અમેરિકાના ન્યુજર્સીમાં આવેલા વિરાણી જ્વેલર્સમાં લૂંટની ઘટના સામે આવી છે. ઇસલિનમાં ઓકટ્રી રોડ પર આવેલા વિરાણી જ્વેલર્સમાં લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો. આ ઘટના એશિયન માલિકીના દાગીનાની દુકાનોને નિશાન બનાવતી લૂંટની શ્રેણીનો એક ભાગ હોવાનુ સામે આવ્યુ છે. ડી.સી. સ્થિત ગુનાહિત જૂથ આ ઘટના સાથે જોડાયેલું હતું. ગુનાહિત જૂથના 16 કથિત સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. લૂંટમાં સામેલ એક વ્યક્તિ ફુલર, ઓક્ટોબર 2024માં દોષિત ઠર્યો હતો અને તેને 19 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
વિરાણી જ્વેલર્સમાં તોડફોડ અને લૂંટ
સિનિયર પત્રકાર સમીર શુક્લ દ્વારા મળેલી માહિતી પ્રમાણે, 7 જૂન 2025ના બપોરના 12:15 કલાકે લુટારુઓ કાળા કલરની કારમાં આવ્યા હતા. અને વિરાણી જ્વેલર્સમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને ત્યાર બાદ લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટારુઓ તમામ દાગીનાઓ લઈને ફરાર થઈ ગયા હતા. અગાઉ 10 જૂન 2022ના રોજ લૂંટ થઈ હતી. ત્યારબાદ oak tree રોડ પરના તમામ જ્વેલર્સ માલિકોએ પ્રાઇવેટ સિક્યુરિટી રાખી હતી. ચોંકાવનારી બાબત એ છે કે જૂન 2022માં જ્યારે લૂંટ થઈ હતી તે વખતે એક પણ અપરાધી પકડાયો ન હતો. પોલીસ આ અપરાધીઓને પકડે તે પહેલા જ 2025માં બીજી વખત લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી. New Jerseyના oak tree road પર 15થી વધુ જ્વેલર્સના શો રૂમ આવેલા છે.
લૂંટની ઘટના મામલે પોલીસ તપાસ શરુ
અધિકારીઓએ લૂંટની ઘટના અંગે તપાસ હાથ ધરી છે. નુકસાનનું પ્રમાણ જાહેર કરવામાં આવ્યું નથી. ઇસલિનમાં વિરાણી જ્વેલર્સને નિશાન બનાવતી આ પહેલી લૂંટ નથી. ન્યુજર્સીના ઇસલિનમાં વિરાણી જ્વેલર્સમાં અગાઉ ત્રણ વખત લૂંટ થઈ ચૂકી છે.
31 ઓક્ટોબર, 2013:
ક્વીન્સના જેક્સન હાઇટ્સમાં 37માં એવન્યુ પર વિરાણી જ્વેલર્સમાં ચાર માણસોએ લૂંટ ચલાવી હતી. એક શંકાસ્પદ વ્યક્તિએ હેલોવીન માસ્ક પહેર્યો હતો અને તેણે બંદૂક લટકાવી હતી. જેના કારણે કર્મચારીને તિજોરી ખોલવાની ફરજ પડી હતી. લૂંટારુઓ લાખો ડોલરની રકમના દાગીના લઈને ભાગી ગયા હતા. બંદૂકની અણીએ આ લૂંટ કરવામાં આવી હતી.
જ્વેલરી શોરૂમમાં જ કેમ લૂંટ?
આ વિસ્તારમાં ભારતીયોના ઘણા જ્વેલરી શોરૂમ આવેલા છે. અને તેને જ અપરાધીઓ હંમેશા ટાર્ગેટ બનાવે છે. આ ગેંગ કઇ છે. ક્યાંની છે? કોના દોરી સંચાર હેઠળ સતત લૂંટ થતી રહે છે તેનો કોઈ જવાબ હજુ સુધી પોલીસ આપી શકી નથી. જેના કારણે ભારતીય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.