- આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ
- આ મેચમાં રોહિત શર્માએ ખાસ સિદ્ધિઓ મેળવી
- રોહિતે શર્માએ સૌરવ ગાંગુલીનો તોડ્યો રેકોર્ડ
આજે વર્લ્ડકપ 2023ની 45મી મેચ ભારત અને નેધરલેન્ડ વચ્ચે બેંગલુરુમાં રમાઈ રહી છે. આ મેચમાં શાનદાર બેટિંગ કરતા રોહિત શર્માએ ઘણી ખાસ સિદ્ધિઓ પોતાના નામે કરી છે. વર્લ્ડકપની એક સિઝનમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ટીમ ઈન્ડિયાનો તે પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા આ ખાસ રેકોર્ડ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નામે હતો. ગાંગુલીએ વર્લ્ડ કપ 2003માં સારી બેટિંગ કરી હતી અને કુલ 465 રન બનાવ્યા હતા. રોહિત શર્માના નામે વર્લ્ડ કપ 2023માં 503 રન છે.
વર્લ્ડકપની એક જ સિઝનમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર કેપ્ટનઃ
- 503 – રોહિત શર્મા – 2023*
- 465 – સૌરવ ગાંગુલી – 2003
- 443 – વિરાટ કોહલી – 2019
- 332 – મોહમ્મદ અઝહરુદ્દીન – 1992
- 303 – કપિલ દેવ – 1983
એટલું જ નહીં, તેણે વર્લ્ડકપની એક જ સિઝનમાં સૌથી વધુ 500 પ્લસ રન બનાવવાના મામલામાં ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. બંને બેટ્સમેનોએ વર્લ્ડકપના ઈતિહાસમાં અનુક્રમે બે વખત 500 પ્લસ રન બનાવ્યા છે.
- 2 – સચિન તેંડુલકર – 1996 અને 2003
- 2 – રોહિત શર્મા – 2019 અને 2023
રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફિફ્ટીની સદી પૂરી કરી
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફિફ્ટીની સદી પૂરી કરી છે. તેણે ટેસ્ટ ક્રિકેટની 88 ઇનિંગ્સમાં 16 ફિફ્ટી, ODIની 252 ઇનિંગ્સમાં 55 અને T20ની 140 ઇનિંગ્સમાં 29 ફિફ્ટીની સદી ફટકારી છે. નેધરલેન્ડ સામે ચાલી રહેલી મેચ પહેલા એક વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ એબી ડી વિલિયર્સના નામે હતો. પૂર્વ આફ્રિકન ક્રિકેટરે વર્ષ 2015માં કુલ 58 સિક્સર ફટકારી હતી. આ વર્ષે શર્માના બેટમાંથી કુલ 60 સિક્સર ફટકારવામાં આવી છે.
ODI ફોર્મેટમાં એક વર્ષમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન
- 60 સિક્સર – રોહિત શર્મા – ભારત – (2023 અત્યાર સુધી)
- 58 સિક્સર – એબી ડી વિલિયર્સ – દક્ષિણ આફ્રિકા – (2015)
- 56 સિક્સર – ક્રિસ ગેલ – વેસ્ટ ઈન્ડિઝ – (2019)
- 48 સિક્સ – શાહિદ આફ્રિદી – પાકિસ્તાન – (2002)
- 47 સિક્સ – મોહમ્મદ વસીમ – યુએઈ – (2023)


