IPL 2025ના એલિમિનેટર મેચમાં ધમાકેદાર બેટિંગ કરીને મુંબઈ ઈન્ડિયન્સની જીતનો હીરો રોહિત શર્મા બન્યો. તેના મોટા સ્કોરથી મુંબઈની ટીમ પ્રથમ બેટિંગ કરીને 228 રન બનાવવામાં સફળ રહી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો.
સિઝન રોહિત માટે શાનદાર
IPLની આ સિઝન રોહિત માટે અત્યાર સુધી શાનદાર રહી છે અને તે પોતાની ટીમને ક્વોલિફાયર 2 માં લઈ ગયો છે. મુંબઈની ટીમ હવે ફાઇનલમાં પહોંચવાથી માત્ર એકજ કદમ દૂર છે. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ માટે રોહિતે તોફાની શરૂઆત કરી અને જેથી ટીમને સારા સ્કોર સુધી જવામાં સરળતા રહી. તેની વિસ્ફોટક બેટિંગે ગુજરાતના બોલરોને ખરા અર્થમાં હંફાવી દીધા. આ સાથે, તેણે એક ખાસ યાદીમાં પોતાનું નામ પણ નક્કી કરી લીધું.
21મી વખત આ સિદ્ધિ મેળવી
રોહિતે શર્મા ઘણી વખત પ્લેયર ઓફ ધ મેચ રહ્યો છે પરંતુ ગુજરાત સામેની મેચ તેના માટે ખુબજ ખાસ રહી. પૂર્વ કપ્તાનને શોભે એવી ઇનિંગ રમીને પોતાના નામે IPLમાં 21મી વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડની આ સિદ્ધિ મેળવી. રોહિત શર્માએ આ મેચમાં 50 બોલમાં 81 રન ફટકાર્યા. આ મેચમાં 162 સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. રોહિતે શર્માની IPL કારકિર્દીમાં તેનો 21મો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ હતો, અને આ સાથેજ તેણે દિગ્ગજ ભારતના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી (19 એવોર્ડ) અને મહેન્દ્ર સિંહ ધોની (18 એવોર્ડ) ને પાછળ છોડી દીધા.
રોહિતે 400 થી વધુ રન બનાવ્યા છે
IPL 2025ની શરૂઆતની મેચો રોહિત શર્મા માટે વધારે સારી રહી ન હતી. તેને રન બનાવવા માટે જજુમવું પડતું હોય તેવું લાગી રહ્યું હતું , પરંતુ ગુજરાત સામેની મેચમાં રોહિતે જોરદાર વાપસી કરી છે. વર્તમાન સિઝનની 14 મેચોમાં તેણે 31.53 ની સરેરાશ અને 150.18 ના સ્ટ્રાઇક રેટથી 410 રન બનાવ્યા છે. જેમાં 4 અડધી સદીનો સમાવેશ થાય છે. રોહિતે આ સિઝનમાં કુલ 22 છગ્ગા પણ ફટકાર્યા છે, જેના કારણે તેણે તેની IPL કારકિર્દીમાં 300 છગ્ગા પણ પૂરા કર્યા છે.


