- વિશ્વ કપમાં રોહિત શર્માના બેટમાંથી કુલ 22 સિક્સર નીકળી ચૂકી છે
- રોહિત વધારે એક સિક્સ ફટકારશે તો તેના નામ પર આ વિશ્વવિક્રમ લાગી જશે
- સાઉથ આફ્રિકા સામે મેચમાં રોહિતે બે સિક્સ ફટકારી હતી
આઈસીસી વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના બેટમાંથી કુલ 22 સિક્સર નીકળી ચૂકી છે. રોહિતે આઠ ઈનિંગમાં 22 સિક્સ ફટકારી છે. સાઉથ આફ્રિકા સામે ઇડન ગાર્ડન પર રોહિતે ઝડપી 40 રન ફટકાર્યા તે દરમિયાન બે સિક્સ ફટકારી હતી. આ સાથે રોહિતે એક ખાસ મામલે એબી ડિવિલિયર્સની બરાબરી કરી લીધી છે. એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે સિક્સ ફટકારવાના એબી ડિવિલિયર્સના વિશ્વ વિક્રમની બરાબરી કરી દીધી છે. સાઉથ આફ્રિકાના કેપ્ટને 2015માં કેલેન્ડર વર્ષમાં 58 વન-ડે સિક્સ ફટકારી વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. પણ હવે રોહિતે પણ કેલેન્ડર વર્ષમાં 58 સિક્સ ફટકારી ડિવિલિયર્સના આ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. જો વિશ્વ કપ દરમિયાન રોહિત વધારે એક સિક્સ ફટકારશે તો તેના એકલાના નામ પર આ વિશ્વવિક્રમ લાગી જશે. નોંધનીય છે કે રોહિત અને ડિવિલિયર્સ બાદ ત્રીજા ક્રમ પર ક્રિસ ગેલ છે જેણે 2019માં 58 સિક્સ ફટકારી હતી. ચોથા ક્રમ પર પાકિસ્તાનનો શાહિદ આફ્રિદી છે જેણે 2002માં 48 સિક્સ ફટકારી હતી અને પાંચમા ક્રમ પર યુએઇનો મોહમ્મદ છે જેણે 2023માં અત્યાર સુધીમાં 47 સિક્સ ફટકારી છે.