રોહિત શર્માએ કટક વાનખેડેમાં શાનદાર બેટિંગ કરીને ટીમ ઇન્ડિયાને જબરદસ્ત જીત અપાવી છે. પોતાના ખરાબ ફોર્મને કારણે લાંબા સમયથી ચર્ચામાં રહેલા રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે માત્ર 90 બોલમાં 119 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 7 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારે આ ઇનિંગ પછી રોહિત શર્માએ આપેલા ઇન્ટરવ્યુમાં ભાવુક થઇ ગયો હતો. તેણે ટિકાકારો અને ચાહકોને લઇને કેટલીક ખાસ વાત કરી હતી.
મને ખબર છે મારે શું કરવાનું હોય – રોહિત શર્મા
બીસીસીઆઇને આપેલા ઇન્ટરવ્યુમાં રોહિત શર્મા પહેલા તો કંઇ બોલી જ ન શક્યા. તેઓ ઇમોશનલ નજરે આવી રહ્યા હતા. તેમણે કહ્યું કે ‘ જુઓ હું આ જ વાત કરી રહ્યો હતો. જો કોઈ ખેલાડી આટલા વર્ષોમાં લાંબા સમય સુધી ક્રિકેટ રમ્યો હોય અને રન બનાવ્યા હોય, તો તેનું કંઈક મહત્વ હોય છે. હું ઘણા સમયથી આ રમત રમી રહ્યો છું. મને ખબર છે કે મારે શું કરવાનું છે. આજે મેં જે કરવાનું હતું તે કર્યું. મારા માઇન્ડમાં માત્ર પોતાની રીતે રમવાનો જ વિચાર હતો. એક કે બે ઇનિંગ મારા માઇન્ડને બદલી શકતી નથી. આ દિવસ પણ રોજની જેમ જ હતો.
રોહિતે આગળ કહ્યું કે જ્યારે પણ હું મેદાન પર જાઉં છું, ત્યારે સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરું છું.’ ક્યારેક તે સારું હોય છે અને ક્યારેક તે સારું નથી હોતું. મારા માટે ફક્ત એ મહત્વનું છે કે મારા વિચારો કેટલા સ્પષ્ટ છે. આ સિવાય મારા માટે બીજું કંઈ મહત્વનું નથી.
રોહિત શર્મા પર લોકોએ ઉઠાવ્યા હતા સવાલ
મહત્વનું છે કે રોહિત શર્મા પર છેલ્લા સમયથી પ્રેશર જોવા મળી રહ્યું હતું. તે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. ગયા મહિને, જાન્યુઆરીમાં ખરાબ બેટિંગને કારણે પ્લેઇંગ ઇલેવનમાંથી પોતાને બહાર કરી દીધો હતો. તે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ મેચ રમ્યો ન હતો. પરંતુ હવે રોહિત ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. જ્યારે ઇંગ્લેન્ડ સામેની પહેલી મેચમાં રોહિતે સારી બેટિંગ ન કરતા તેના પર સવાલો ઉભા થવા લાગ્યા. પરંતુ હવે કટકમાં રોહિતે બધાની બોલતી બંધ કરી દીધી છે.


