- ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનું નિવેદન
- કાલની મેચ માટે સંપૂર્ણ તૈયાર: રોહિત શર્મા
- શાંત રહીને અમે અમારું કામ કરીશું: રોહિત શર્મા
ભારત અને આસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ 2023ની પહેલી ફાઈનલ રમાશે. ભારત વિજય રથ પર સવાર છે. ભારતે લીગ મેચમાં પોતાની તમામ મેચમાં જીત મેળવીને ટેબલ ટોપર રહ્યું છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આજે અટલે કે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાની વાત રાખી હતી.
રોહિત શર્મા ફાઇનલ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ
ફાઈનલ પહેલા રોહિત શર્માની પ્રેસ કોન્ફરન્સ કહ્યું- અમે કાલની મેચ માટે સંપૂર્ણ તૈયાર, ટીમમાં દરેકનો રોલ નક્કી છે. છેલ્લી 8 મેચમાં ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન સારું રહ્યું છે અને અત્યાર સુધીની રણનીતિ સફળ રહી છે.કાલે અમારું સપનું અમારી સામે હશે અને અમે તેના માટે સંપૂર્ણ તૈયાર છીએ.શાંત રહીને અમે અમારું કામ કરીશું.
પેટ કમિન્સે કોને સૌથી મોટો ખતરો ગણાવ્યો?
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ફાઈનલ મેચ પહેલા કહ્યું કે તે કયા ભારતીય ખેલાડીથી ડરે છે. પેટ કમિન્સે આજે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન જ્યારે રિપોર્ટરે કમિન્સને પૂછ્યું કે ફાઈનલ મેચમાં તે કયા ભારતીય ખેલાડીથી ડરે છે. આ સવાલનો જવાબ આપતાં પેટ કમિન્સે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ લીધું છે. કમિન્સે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે ભારતીય ટીમ ઘણી સારી ટીમ છે. તમામ ભારતીય ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે, પરંતુ અમારે મોહમ્મદ શમી સાથે ખૂબ કાળજી રાખવાની જરૂર છે.
‘અમે અહીં ઘણી મેચ રમી છે’
જ્યારે કેપ્ટન પેટ કમિન્સ વર્લ્ડકપની ફાઈનલ મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે રિપોર્ટરે કમિન્સને પિચ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. રિપોર્ટરે પૂછ્યું કે, જે પિચ પર મેચ યોજાવાની છે, આ પિચથી કોને ફાયદો થશે તેના વિશે તમારું શું માનવું છે. આના પર પેટ કમિન્સે જવાબ આપ્યો કે બંને ટીમો માટે તે સ્પષ્ટ રીતે સમાન છે. જો બેટિંગમાં ફાયદો થશે તો બંને ટીમને ફાયદો થશે અને જો બોલિંગમાં ફાયદો થશે તો બંને ટીમને ફાયદો થશે. કમિન્સે વધુમાં કહ્યું કે જો કે તેમાં કોઈ શંકા નથી કે પોતાના દેશમાં, પોતાની વિકેટ પર રમવાના કેટલાક ફાયદા છે. પરંતુ અમને પણ અહીં રમવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં, અમે અહીં ઘણી મેચ રમી છે.


