રોહિત શર્મા નવેમ્બર 2024 માં બીજી વખત પિતા બન્યો. તેની પત્ની રિતિકા સજદેહે એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ તેમને અહાન શર્મા રાખ્યું. હવે રોહિત તેના પરિવાર સાથે જોવા મળે છે.
હાલમાં રોહિત શર્માના પુત્ર અહાન શર્માની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રોહિતના દીકરા અહાનની પહેલી તસવીર સામે આવ્યા પછી, ફેન્સ સોશિયલ મીડિયા દ્વારા તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
ફેન્સે વરસાવ્યો પ્રેમ
અહાનની તસવીર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ફેન્સ તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. ઘણા ફેન્સે કહ્યું કે રોહિત શર્માનો દીકરો બિલકુલ તેના જેવો જ દેખાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં, રીતિકા અહાનને ખોળામાં લઈ રહી છે, જ્યારે પુત્રી સમાયરા પણ તેની સાથે હાજર છે. એક ફેને કહ્યું કે રોહિત શર્માનો દીકરો ખૂબ જ ક્યૂટ છે, ભગવાન તેને ખરાબ નજરથી બચાવે. આ સિવાય એક ફેને વિનંતી કરી કે રોહિત તેના પુત્ર સાથે એક અલગ ફોટો શેર કરે.
IPLમાં રોહિત શર્માનો સંઘર્ષ ચાલુ
ભારતની ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન રોહિત શર્મા લાંબા સમયથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યા છે. IPL 2025 માં પણ રન બનાવવા માટેનો તેનો સંઘર્ષ ચાલુ છે. ચાલુ સિઝનમાં રમાયેલી 5 મેચમાં રોહિત ફક્ત 56 રન જ બનાવી શક્યો છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 18 રન રહ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં 6 મેચ રમ્યા બાદ માત્ર બે જ જીત નોંધાવી છે અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ હાલમાં પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સનો આગામી મુકાબલો 17 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે. પ્લેઓફની દોડમાં ટકી રહેવા માટે મુંબઈ માટે આગામી મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.


