RSS સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ હિન્દુત્વને “ભારતનો આત્મા” ગણાવ્યો છે. તેમણે ઇન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે ધાર્મિક પરિવર્તન રોકવા માટે જનજાગૃતિ, સામાજિક સંવાદિતા અને કાયદાઓનો કડક અમલ જરૂરી છે.
ધાર્મિક પરિવર્તન કેવી રીતે રોકી શકાય?
ઇન્દોરમાં RSSના શતાબ્દી આઉટરીચ કાર્યક્રમ પ્રમુખ જન ગોષ્ઠી” ને સંબોધતા RSS સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ કહ્યું કે જનજાગૃતિ, સામાજિક સંવાદિતા અને કાયદાઓના કડક અમલ દ્વારા ધાર્મિક પરિવર્તનને રોકી શકાય છે.
હિંદુત્વ ભારતનો આત્મા- દત્તાત્રેય હોસાબલે
હોસાબલેએ ભાર મૂક્યો કે હિન્દુત્વ ભારતનો આત્મા છે. તેમણે સ્પષ્ટતા કરી કે હિન્દુ વિચાર એવો છે જે માને છે કે ભગવાનને એક યા બીજા માર્ગે પ્રાપ્ત કરી શકાય છે. તેમણે કહ્યું કે આ સમાજને કારણે જ આ ભૂમિ એક હિન્દુ રાષ્ટ્ર છે, જ્યાં સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ વિવિધ છે પરંતુ મૂળ એક છે.
Religion બદલી શકાય છે, પણ ધર્મ નહીં.- દત્તાત્રેય હોસાબલે
ધર્માંતરણના એક સવાલનો જવાબ આપતા કહ્યું કે ધર્મ જાગરણ, સેવા કાર્ય અને સામાજિક સમરસતા, સંતોની અવરજવર અને કડક કાયદો હોવાથી ધાર્મિક ધર્માંતણ પર રોક લગાવી શકાય છે. તેમણે સમજાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ‘ધર્મ’ ની વિભાવના ફક્ત અંગ્રેજી શબ્દ ‘રિલિજન’ પૂરતી મર્યાદિત નથી; તેને વ્યાપક અર્થમાં સમજવી જોઈએ. તેમણે કહ્યું કે ટ્રાફિક નિયમો દરેક માટે સમાન છે. વાહનો Religion છે, અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું તે ‘ધર્મ’ છે. Religion બદલી શકાય છે, પણ ધર્મ નહીં.”
તેમણે ચેતવણી આપી હતી કે જો ધર્મ બદલવા પાછળનો હેતુ ખોટો હોય, તો આવા કૃત્યોને રોકવા અને સતર્ક રહેવાની જરૂર છે. RSS ના વરિષ્ઠ અધિકારીએ એમ પણ કહ્યું કે બિનસાંપ્રદાયિકતાના ખ્યાલને વળગી રહેવાને કારણે, કેટલાક લોકો પોતાને હિન્દુ કહેવાથી ખચકાટ અનુભવવા લાગ્યા છે. તેમણે ભાર મૂક્યો કે યુવા પેઢી સુધી હિન્દુત્વના મૂળભૂત વિચારો પહોંચાડવા જરૂરી છે.


