વર્ષ 2014થી પીએમ મોદી દેશનુ વડાપ્રધાન પદ સંભાળી રહ્યા છે. ત્યારે તેમના પછી કોણ બની શકે છે પીએમ ?આવી ચર્ચાઓ તો ઘણી થાય છે. ઘણા બધા નામો સામે આવે છે.ત્યારે આ સવાલ જ્યારે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને પૂછવામાં આવ્યો તો તેમણે શું જવાબ આપ્યો તે વિશે જાણીએ.
મોહનભાગવતે ચેન્નાઇમાં કર્યું સંબોધન
ચેન્નાઇમાં આરએસએસના 100 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોહનભાગવત ઉપસ્થિત રહ્યા હતા.સંઘની 100 વર્ષની યાત્રા-નવી ક્ષિતિજ આ કાર્યક્રમમાં તેઓએ સંબોધન પણ કર્યુ હતું. તેમણે કહ્યું કે આ સંગઠને 100 વર્ષ કાર્ય પૂર્ણ કર્યા છે, અને છેલ્લા 10-15 વર્ષથી સંઘ નિયમિત ચર્ચાનો વિષય રહ્યો છે. જ્યારે પણ ચર્ચા થાય છે, ત્યારે એક વાત સ્પષ્ટ થાય છે. અમારા શુભેચ્છકો અને વિરોધીઓ બંને તથ્યો પર નહીં પણ ધારણાઓના આધારે બોલે છે.
PM modiના ઉત્તરાધિકારી કોણ?
જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે પીએમ મોદીના ઉત્તરાધિકારી કોણ હશે ? તો મોહન ભાગવતે આ સવાલનો જવાબ આપવાની સ્પષ્ટ ના કહી. તેમણે કહ્યું કે દેશના આગામી પીએમ કોણ હશે તેની ચર્ચા વિચારણા ખુદ પીએમ મોદી અને બીજેપી કરશે. તેમણે કહ્યું કે મને આ વિશે કંઇ કહેવું નથી. હું માત્ર શુભકામના પાઠવી શકુ છું બાકી કંઇ નહીં.મોહનભાગવતના જવાબ વિશે જો વાત કરીએ તો, તેમના જવાબ પરથી લાગે છે કે પીએમ મોદીના ઉત્તરાધિકારી કોણ તેની ચર્ચામાં સંઘ બીજેપી સાથે જોડાવા માગતુ નથી. આ નિવેદન તેમણે 9 ડિસેમ્બરે આપ્યું હતું.
તો ભારત વિશ્વગુરુ બનશે…
તેમણે એ વાત પણ ભાર મૂક્યો કે જો ભારતને “વિશ્વગુરુ” તરીકે ઉભરવું હોય, તો જાતિ આધારિત અને ભાષાકીય વિભાજન દૂર કરવા પડશે.આપણે RSS ને એક લાખ કે તેથી વધુ સ્થળોએ લઈ જવું પડશે. આપણે આપણા દેશમાં જાતિ અને ભાષાકીય વિભાજન દૂર કરવા પડશે અને એક સંયુક્ત સમાજ બનાવવો પડશે.
જનતા સાથે સંવાદ પ્રક્રિયા હોવી જોઈએ: ભાગવત
RSS વડા ભાગવતે બુધવારે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં કહ્યું કે જનતા સાથે ઊંડા સંવાદ પ્રક્રિયા હોવી જોઈએ, કારણ કે RSS ની અત્યાર સુધીની સફર તથ્યો કરતાં ધારણાઓ પર આધારિત રહી છે. તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને, દેશભરમાં નવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં RSS સ્વયંસેવકો લોકો સાથે વાતચીત કરશે અને તેમની સાથે RSS વિશે સચોટ અને તથ્યપૂર્ણ માહિતી શેર કરશે.
આ પણ વાંચો-Shani Dev: ઉતરી ગઇ શનિની સાડાસાતી, 2026માં આ રાશિના શરૂ થશે અચ્છે દિન


