- 6 વાગે ફાયર વિભાગને આવ્યો હતો ફોન
- ત્રણ-ચાર લોકોએ સાંભળ્યો હતો અવાજ
- દિલ્હી પોલિસની સ્પેશિયલ સેલ કરી રહી છે વિસ્તૃત તપાસ
નવી દિલ્હીના ચાણક્યપૂરી વિસ્તારમાં આવેલ ઇઝરાયલી દૂતાવાસની પાછળ ખાલી પડેલા પ્લોટમાં વિસ્ફોટ કરવાની ધમકી મળ્યાની જાણકારી સામે આવી રહી છે. ધમકી મળ્યા બાદ સ્પેશિયલ સેલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. જોકે, ફાયર વિભાગ અને પોલીસ મામલાની ગંભીરતાને જોતાં એક કલાક સુધી તપાસ કરી હતી. પરંતુ બાદમાં કોઈ જ જોખમી નથી મળી આવ્યું.
ફોન કરનારની શોધખોળ શરૂ
આ વિસ્ફોટની ધમકી આપનાર ફોન કોલ કોણે કર્યો હતો અને કેમ કર્યો હતો તેને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
6 વાગે ફાયર વિભાગને આવ્યો હતો ફોન
આજે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ દિલ્હીના ફાયર સર્વિસ ડીપાર્ટમેન્ટને એક અજ્ઞાત કોલરે અધિકારીઓને કથિત વિસ્ફોટની માહિતી આપી હતી. ત્યારબાદ, પોલીસના સ્પેશિયલ સેલની ટીમ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડની સાથે ઘટના સ્થળ પર નિરીક્ષણ કરવા માટે પહોંચી હતી. મામલાને ગંભીરતાથી જોતાં દિલ્હી પોલિસની સ્પેશિયલ સેલ વિસ્તૃત તપાસ કરી રહી છે.
ત્રણ-ચાર લોકોએ સાંભળ્યો હતો અવાજ
સ્પેશિયલ સેલના સૂત્રોએ જણાવ્યું છે કે ઈઝરાયેલ દૂતાવાસની પાછળના ખાલી પ્લોટમાં ત્રણ-ચાર લોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. પરંતુ વિસ્ફોટ કયા પદાર્થથી થયો અને તે કયો પદાર્થ હતો તેની શોધ ચાલુ છે. વિસ્ફોટ કયા કારણોસર થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.


