- રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના કાર્યક્રમમાં વિરોધ
- ક્ષત્રિય સમાજની મહિલાઓએ કર્યો વિરોધ
- 150 ફૂટ રિંગ રોડ પર કાર્યકર્તાઓ સંમેલનમાં વિરોધ
રાજકોટમાં ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. જેમાં હવે સન્માનની લડાઈ શરૂ થઈ છે. જેમાં હજી અમદાવાદમાં ક્ષત્રિય સમાજના કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતની પાઘડી કાઢી નાખવામાં આવી હતી. અને જામનગરમાં ભાજપના વિરોધમાં કાળા વાવટા બતાવતી મહિલાઓને ઢસડીને પકડવામાં આવી હતી. આ મામલે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓનો વિરોધ સામે આવ્યો છે.
આ દરમિયાન રાજકોટમાં ક્ષત્રિયાણી મહિલાઓ સન્માનની લડાઈ માટે મેદનામાં ઉતર્યા છે. પોલીસ દમન બંધ કરાવવા રાજ્ય સરકારને ધ્યાન દોરવા રજૂઆત કરાઈ હતી. પરંતુ આ દરમિયાન મહિલાઓએ ઉગ્ર વિરોધ કરવા માટે 150 ફૂટ રિંગ રોડ ઉપર કાર્યકર્તા સંમેલન સંદર્ભે ક્ષત્રિય સમાજની બહેનો પહોંચી હતી.
તેમજ ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિનીબા વાળા ત્યાં અન્ય બહેનો સાથે પહોંચી ગયા હતા. જેથી ત્યાં હાજર મહિલા પોલીસ સહિતના જવાનોએ ક્ષત્રિય સમાજની બહેનોને અટકાવી હતી. આ સમયે ક્ષત્રિય સમાજની મહિલાઓને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેને પગલે પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સહિતની મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
આ અગાઉ વિરોધમાં આજે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજની 15 સંસ્થાઓના આગેવાનોએ શહેર ભાજપ પ્રમુખને રજૂઆત કરી હતી. પોલીસ દમન બંધ કરવામાં આવે નહીં તર જોવા જેવી થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. પોલીસ દમન બંધ કરાવવા રાજ્ય સરકારને ધ્યાન દોરવા રજૂઆત કરાઈ હતી. ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપ કાર્યાલય પાઘડી પહેરીને પહોંચ્યા હતા અને શહેર ભાજપ પ્રમુખને કહ્યું કે તમે જ અમારી પાઘડી ઉતારી નાખો. જેથી આગળ ક્ષત્રિય સમાજે કઈ રીતે લડત ચલાવી તેનો ખ્યાલ આવે છે.


