- રૂપાલા દ્વારા ચાય પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરાયુ
- ભાજપના કાર્યકરના ઘરેથી શરૂ કરી ચાય પે ચર્ચા
- સ્થાનિક ધારાસભ્યો, મોહન કુંડારીયા પણ રહ્યાં હાજર
ભાજપના લોકસભા ચૂંટણીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો જોરશોર થી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો પણ તેમાં જોડાઈ રહ્યા છે. આ વચ્ચે આજે રાજકોટમાં રૂપાલા દ્વારા ચાય પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમર્થકો પણ જોડાયા હતા.
છેલ્લા થોડાં દિવસથી રૂપાલા મામલે ક્યાંકને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રૂપાલાએ પોતાનો ચૂંટણી પ્રચાર આગળ વધાર્યો છે. જેમાં અલગ અલગ વિસ્તારોમાં રેલીનું આયોજન કરી લોકોની સાથે મુલાકાતનો કાર્યક્રમ યોજી રહ્યા છે. એટલું જ નહીં 16 એપ્રિલના રૂપાલા ફોર્મ ભરવા જઈ શકે છે.
આ તરફ તમામ ક્ષત્રિય સમાજનો વિરોધ વચ્ચે ભાજપના કાર્યકરના ઘરેથી ચાય પે ચર્ચા શરૂ કરી છે. જેમાં સ્થાનિક ધારાસભ્યો અને અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા. તેમજ મોહન કુંડરિયા સહિતના નેતાઓ પણ ચાય પે ચર્ચા કાર્યક્રમમાં જોવા મળ્યા છે.
જ્યારે બીજી તરફ વડાપ્રધાન મોદી પણ આગામી દિવસોમાં રાજકોટમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. જેમાં પહેલી સભા 22 એપ્રિલે રાજકોટમાં કરે એવી માહિતી પણ ચર્ચામાં આવી છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ગુજરાતભરના ક્ષત્રિયો વિરોધ કરી રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મતદારોને મનાવા માટે આવી શકે છે.


