- મીડિયા મુગલ રૂપર્ટ મર્ડોકે મૉલેક્યૂલર બાયોલોજિસ્ટ લગ્ન કરી લીધા
- જૈફ વયના રૂપર્ટ મર્ડોક ફરી લગ્ન કરી સૌને ચોંકાવ્યા
- રૂપર્ટ મર્ડોક સૌથી વધુ ધનિકોની યાદીમાં ઘણીવાર ચમકી ચુક્યા છે
વિશ્વના મીડિયા મોગલ રૂપર્ટ મર્ડોકે 93 વર્ષની વયે પાંચમી વખત લગ્ન કર્યા છે. મર્ડોકની માલિકીના બ્રિટિશ ટેબ્લોઇડમાં પ્રકાશિત થયેલા ફોટામાં દંપતીને પોઝ આપતા અને હસતા દર્શાવવામાં આવ્યા હતા. રુપર્ટ મર્ડોક કાળા સૂટ અને પીળા રંગની ટાઈમાં છે, જ્યારે તેની પત્ની એલેના ઝુકોવા સફેદ ગાઉનમાં દેખાય છે. થોડા મહિના પહેલા મર્ડોકે જૂનમાં તેની ગર્લફ્રેન્ડ એલેના ઝુકોવા સાથે લગ્નની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા મર્ડોક ચાર વખત લગ્ન કરી ચુક્યા છે.
રુપર્ટ મર્ડોકે ગયા વર્ષે રેડિયો હોસ્ટ એન લેસ્લી સ્મિથ સાથે સગાઈની જાહેરાત કરી હતી. પરંતુ એક મહિના કરતાં પણ ઓછા સમયમાં તેણે આ લગ્નની તારીખો કેન્સલ કરી દીધી હતી. મર્ડોકનું તોફાની જીવન ઘણીવાર ટેબ્લોઇડ અખબારો માટે મસાલા સમાચાર હતા, જેને તેમણે ત્રણ ખંડો પર સ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો.
જાણો કોણ છે મર્ડોકની પાંચમી પત્ની?
મળતી માહિતી અનુસાર, એલેના ઝુકોવા એક નિવૃત્ત મૉલેક્યુલર બાયોલોજીસ્ટ છે જે રશિયાથી અમેરિકામાં સ્થાયી થઈ છે. મર્કોડની ભાવિ પત્ની 67 વર્ષની છે, જે તેના કરતાં 25 વર્ષ નાની છે. તેમની પુત્રી દશા ઝુકોવા છે, જેણે રશિયન અલિગાર્ચ રોમન અબ્રામોવિચ સાથે લગ્ન કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મર્ડોકના પાંચમા લગ્ન તેમના કેલિફોર્નિયા વાઈનયાર્ડ અને એસ્ટેટ મોરાગામાં થયા હતા. મર્ડોકના છેલ્લા લગ્ન મોડલ જેરી હોલ સાથે થયા હતા. જે રોલિંગ સ્ટોન્સના ફ્રન્ટમેન મિક જેગરના લાંબા ગાળાના ભાગીદાર હતા.
જૈફ વયના રુપર્ટ મર્ડોકને છ સંતાનો છે
મર્ડોક છ બાળકોના પિતા છે. તેમના પ્રથમ લગ્ન ઓસ્ટ્રેલિયન ફ્લાઈટ એટેન્ડન્ટ પેટ્રિશિયા બુકર સાથે થયા હતા, જેમને તેમણે 1960ના દાયકાના અંતમાં છૂટાછેડા લીધા હતા. આ પછી મર્ડોકે એક અખબારની રિપોર્ટર અન્ના ટોર્વ સાથે લગ્ન કર્યા. લગ્ન 30 વર્ષ ચાલ્યા, પછી મર્ડોક અને અન્ના ટોર્વે છૂટાછેડા લીધા. આ પછી, તેણે વેન્ડી ડેંગ નામની મહિલા સાથે ત્રીજી વખત લગ્ન કર્યા, આ સંબંધ પણ વર્ષ-2013માં સમાપ્ત થઈ ગયો હતો.
રૂપર્ટ મર્ડોકે ગયા વર્ષે પોતાનો કારોબાર પુત્રને સોંપ્યો હતો
બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ અનુસાર, ઓસ્ટ્રેલિયામાં જન્મેલા બિઝનેસમેન રુપર્ટ મર્ડોકે એક વિશાળ મીડિયા સામ્રાજ્ય બનાવ્યું છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલ, ફોક્સ ન્યૂઝ અને અન્ય પ્રભાવશાળી આઉટલેટ્સ સહિત, તેમની નેટ વર્થ 20 બિલિયન ડોલરથી વધુ હોવાનો અંદાજ છે. મર્ડોકે નવેમ્બર-2023માં તેમના ગ્લોબલ મીડિયા બિઝનેસની લગામ પુત્ર લચલાનને સોંપી અને સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી હતી.


