રશિયા તરફથી યુક્રેન પર એક પછી એક હુમલાઓ ચાલુ છે. રશિયાના હુમલાઓએ યુક્રેનને હચમચાવી નાખ્યું છે. રશિયાએ મંગળવારે બપોરે ફરી એક વખત યુક્રેનના બે શહેરો પર મોટી સંખ્યામાં ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો છે. રશિયા તરફથી કરવામાં આવેલા આ હુમલામાં બે લોકોના મોત થયા છે અને અન્ય 13 લોકો ઘાયલ થયા છે. યુક્રેનના અધિકારીઓએ રશિયાના હુમલા વિશે જાણકારી આપી છે.
જેલેસ્કીએ શું કહ્યું?
યુક્રેનના રાષ્ટ્રપતિ વોમોદિમીર જેલેસ્કીએ એક નિવેદનમાં હુમલાને યુદ્ધ દરમિયાન અત્યાર સુધીના સૌથી મોટા હુમલામાંથી એક ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે રશિયાએ રાતે 315 ડ્રોન અને સાત મિસાઈલથી એટેક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ડ્રોનમાં મોટા ભાગે શહીદ ડ્રોન હતા. જેલેસ્કીએ આ હુમલાને જોતા અમેરિકા અને યુરોપ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે.
ઈમારતોને પહોંચ્યુ નુકસાન
ઓલેહ કીપરે જણાવ્યું હતું કે હુમલામાં દક્ષિણી બંદર શહેરના કેન્દ્રમાં આવેલ એક પ્રસૃતિ હોસ્પિટલ અને આવાસીય ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. જે-તે વિસ્તારના અભિયોજક કાર્યાલયના એક નિવેદન પ્રમાણે શહેરમાં 2 લોકોના મોત થયા છે અને 9 ઘાયલ થયા છે. કીવના મેયર વિટાલી ક્લિટસ્કોએ જણાવ્યું હતું કે રાજધાની પર થયેલા હુમલામાં 4 લોકો ઘાયલ થયા છે.