- રશિયાના દાગિસ્તાન વિસ્તારમાં 2 જગ્યાએ આતંકી હુમલો
- હુમલાની ઘટનામાં 7થી વધુ લોકોના મોત, 2 આતંકી ઠાર
- આતંકી વિરુદ્ધ રશિયન પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
રશિયાના દાગિસ્તાન વિસ્તારમાં 2 જગ્યાએ આતંકી હુમલો થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક પોલીસે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દાગિસ્તાન અને મખાચકલાના દક્ષિણી રશિયન પ્રદેશોમાં 2 ચર્ચ અને એક સિનાગોગ પર હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા હુમલાખોરોએ ઘટનાસ્થળેથી ભાગતા પહેલા ઈમારતો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
મળતી માહિતી મુજબ, રશિયાના દાગિસ્તાન વિસ્તારમાં બે જગ્યાએ આતંકી હુમલા થયા છે. સ્થાનિક પોલીસે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દાગિસ્તાન અને મખાચકલાના દક્ષિણી રશિયન પ્રદેશોમાં 2 ચર્ચ અને એક સિનાગોગ પર હુમલો કરવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, આતંકીઓએ 40થી વધુ લોકોને બંધક બનાવ્યા છે, એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. 9ના મોત થયા છે, 14 લોકો હોસ્પિટલમાં દાખલ છે.
દાગિસ્તાન પબ્લિક મોનિટરિંગ કમિશનના ચીફ શામિલ ખાદુલેવે જણાવ્યું હતું કે, ચર્ચ પર થયેલા હુમલામાં એક પાદરીનું મોત થયું છે. સાથે જ એક પોલીસકર્મીએ પણ જીવ ગુમાવ્યો છે. પ્રાથમિક માહિતી મળી રહ્યી છે કે, આતંકી વિરુદ્ધ રશિયન પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં 2 આતંકીઓને ઠાર માર્યા છે.
મળતી માહિતી મુજબ, પ્રાર્થના ગૃહ અને ચર્ચ બંને ડર્બેન્ટ શહેરમાં આવેલા છે. આ ઉત્તર કાકેશસનો મુખ્યત્વે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે, જેમાં પ્રાચીન યહૂદી સમુદાયો વસે છે. તે જ સમયે, આતંકવાદીઓએ દાગેસ્તાનની રાજધાની મખાચકલામાં એક પોલીસ ચોકી પર હુમલો કર્યો, જે અહીંથી લગભગ 125 કિલોમીટર (75 માઇલ) દૂર છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે હુમલા બાદ પ્રાર્થના ગૃહમાં આગ લાગી હતી અને ચર્ચમાંથી ધુમાડો પણ નીકળતો જોવા મળ્યો હતો.


