- રશિયન વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે કર્યા જયશંકરના ભરપેટ વખાણ
- યુએનમાં જયશંકરના નિવેદનને ટાંકતા કહ્યું: ‘ભારત રશિયા પાક્કા મિત્રો’
- પશ્ચિમી દેશોના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ખરીદી રહ્યું છે તેલ
રશિયાએ એકવાર ફરી ભારતના વખાણ કર્યા છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરના પણ ભરપેટ વખાણ કર્યા છે. રશિયાના સોચ્ચી શહેરમાં આયોજિત વિશ્વ યુવા મંચને સંબોધિત કરતાં સર્ગેઇ લાવરોવે વિદેશ મંત્રી એસ જયશંકરના છેલ્લા નિવેદનને યાદ કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે ભારતીય વિદેશ મંત્રીએ પશ્ચિમી દેશોની બોલતી બંધ કરી દીધી હતી.
ભારતના વિદેશમંત્રીએ પશ્ચિમના દેશોને શું કહ્યું હતું?
એક અહેવાલ મુજબ, રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ જેશંકારે દિલ્હી અને મોસ્કો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને આગળ વધાર્યા હતા. તેણે લઈને રશિયન વિદેશ મંત્રીએ જયશંકરના વખાણ કર્યા હતા.
એક કિસ્સો યાદ કરતાં તેમણે કહ્યું કે રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં કેટલાંક પશ્ચિમી દેશોના જાણકારોએ એસ જયશંકરને સવાલ કર્યો હતો કે આખરે ભારત વધુ પ્રમાણમાં રશિયા પાસેથી તેલ કેમ લઈ રહ્યું છે? તેનો જવાબ આપતા જયશંકરે પશ્ચિમી દેશોને કહ્યું હતું કે તમે તમારા કામથી કામ રાખો. દિલ્હી હંમેશા મોસ્કોનું મિત્ર રહ્યું છે.
પશ્ચિમી દેશોના પ્રતિબંધો છતાં ખીરીદ્યું તેલ
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પશ્ચિમી દેશોએ રશિયાથી કાચું ખરીદવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. વૈશ્વિક પ્રતિબંધો છતાં ભારતે રશિયન તેલના સસ્તા ભાવનો લાભ લીધો હતો. જાન્યુઆરી 2022માં ઇમ્પોર્ટ ડયુટી જીરોથી વધીને જાન્યુઆરી 2023 સુધી 12.7 લાખ બેરલ પ્રતિદિન થઈ ગઈ હતી.
વર્ષ 2023 દરમિયાન રશિયાથી ભારતમાં તેલની આયાત બમણીથી વધીને 17.9 લાખ બેરલ પ્રતિ દિન થઈ ગઈ હતી. આ રીતે ભારતને કાચું તેલ આપવા મામલે રશિયા મુખ્ય સપ્લાયર બની ગયો હતો. આ દરમિયાન ભારતે ઈરાખ જવા પરંપરાગત સપ્લાયર પાસેથી તેલ ખરીદી ઘટાડી દીધી હતી.
જર્મનીમાં જયશંકરે રશિયાને ગણાવ્યો હતો ‘પાક્કો મિત્ર’
ગત મહિને જર્મનીમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન જયશંકરે કહ્યું હતું કે યુક્રેનમાં મોસ્કોના સૈન્ય આક્રમણ છતાં ભારતે રશિયા સાથે તેના આર્થિક સંબંધોનો વિસ્તાર કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે રશિયાએ ક્યારેય ભારતના હિતોનું ઉલ્લંઘન કર્યું નથી અને દ્વિપક્ષીય સંબંધો ‘સ્થિર અને મૈત્રીપૂર્ણ’ રહ્યા છે.


