- વિમાનના એન્જિનની ગરમીથી બરફ ઓગળે તો વિમાન પાણીમાં ડૂબવાનો ભય હતો,
- જોકે વિમાને 30 પ્રવાસી સાથે હેમખેમ રવાના થયું
- ઇન્ટરનેટ પર આ વિષય ચર્ચાનો બની રહ્યો છે.
રશિયામાં એક ચોંકાવનારી ઘટના બની ગઈ. પોલર એર લાઇન્સના એક વિમાને રશિયાના અંતરિયાળ પૂર્વ વિસ્તારમાં થીજી ગયેલી કોલિમા નદી પર ભૂલથી ઉતરાણ કરી દીધું હતું. હાડગાળતી ઠંડીમાં નદી થીજી ગઈ હતી. રશિયાનો આ વિસ્તાર ખાસ કરીને તેના ઠંડા હવામાન, ભીષણ ઠંડી માટે જાણીતો છે. અહેવાલ મુજબ પાઇલટે ભૂલથી વિમાન થીજેલી નદી પર ઉતારી દીધું હતું. તે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
વાઇરલ વીડિયોની વાત કરીએ તો ચોમેર બરફની ચાદર હતી. સમગ્ર વિસ્તાર બરફથી જામેલો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે બરફ પર ખખડધજ વિમાન ઊભું હતું. વિમાનના પૈડાં બરફમાં ઘૂસી ગયેલા હતા. હકીકતે વિમાનને બરફ પર અને ખાસ કરીને થીજી ગયેલી નદીં પર ઉતારી દેવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. વિમાનના એન્જિનની ગરમીથી બરફ પીગળવા લાગે તો વિમાન માટે ઉડાન ભરવી જ મુશ્કેલ બની રહેત. વિમાન પાણીમાં ડૂબવાની સંભાવના પણ હતી. વિમાનમાં 30 પ્રવાસી અને વિમાની કર્મચારીઓ હતા. જોકે કોઈને નુકસાન નહોતું થયું. વિમાન થોડો સમય બરફ વચ્ચે ઊભું રહ્યું અને પછી રવાના થયું. ઇન્ટરનેટ પર આ વિષય ચર્ચાનો બની
રહ્યો છે.


