- અમેરિકા પાસે પૂરતા પુરાવા નથી : રશિયા
- ગુરુપંતવસિંહ પન્નુ વિરુદ્ધ હત્યા રચવાનો અમેરિકાના આરોપને રશિયાએ ફગાવ્યા
- રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ કેસમાં કોઈપણ ભારતીય સામેલ હોવાનો પુરાવા નહિ
રશિયાએ આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુના કેસમાં ભારતને સમર્થન આપ્યું છે. રશિયાએ કહ્યું કે અમેરિકા પાસે કોઈ પુરાવા નથી. રશિયન પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે અમારી પાસે જે માહિતી છે તે મુજબ અમેકિતાએ હજુ સુધી પન્નુની હત્યાના પ્રયાસમાં ભારતીય નાગરિકોની સંડોવણીના કોઈ વિશ્વસનીય પુરાવા આપ્યા નથી.
યુએસ પાસે કોઈ પુરાવા નથી
રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે અમારી પાસે જે માહિતી છે તે મુજબ વોશિંગ્ટનએ હજુ સુધી પન્નુની હત્યાના પ્રયાસમાં ભારતીય નાગરિકોની સંડોવણીના કોઈ વિશ્વસનીય પુરાવા આપ્યા નથી. પુરાવાની ગેરહાજરીમાં આ વિષય પર અટકળો અસ્વીકાર્ય છે.
રશિયાના પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા ભારતનું અપમાન કરી રહ્યું છે. વાસ્તવમાં, રશિયન પ્રવક્તાની ટિપ્પણી અમેરિકાના આરોપ સામે આવી છે જેમાં અમેરિકાએ કહ્યું હતું કે ભારતીય ગુપ્તચર એજન્સી RAWના એજન્ટ પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હતા. વાસ્તવમાં, અમેરિકન અખબાર ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’માં કહેવામાં આવ્યું હતું કે ભારત રશિયા અને સાઉદી અરેબિયા જેવા તેના દુશ્મનો સામે છૂપી કાર્યવાહી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, એક રિપોર્ટમાં એવું કહેવાયું કે ભારત-રશિયા અને સાઉદી અરબની જેમ જ પોતાના દુશ્મનો વિરુદ્ધ ગુપ્ત કાર્યવાહીનો પ્રયાસ કરી રહ્યો છે.
અમેરિકા પર રશિયન પ્રવક્તાએ તીખા પ્રહારો કર્યા
રશિયાએ જણાવ્યું કે, અમેરિકાએ ભારત વિરુદ્ધ નિયમિત રીતે પાયાવિહોણા આરોપ લગાવ્યા છે. રશિયાએ જણાવ્યું કે ભારત જ નહિ પરંતુ અન્ય દેશો પર પણ પાયાવગરના આરોપ લગાવ્યા છે. અમેરિકાનું કામ થઈ ગયું. રશિયન પ્રવક્તાએ કહ્યું કે નક્કી છે કે તે સંસ્થાનવાદી સમયગાળા અને સામ્રાજ્યવાદની માનસિકતામાંથી આવ્યો છે.


