- રશિયાની સરકારે ભારતીયોને બેન્ક એકાઉન્ટ ખોલવાની આપી છૂટ
- ભારતીયો સરળતાથી રશિયામાં બેન્ક એકાઉન્ટ ખોલી શકશે
- રશિયા જતા ટૂરિસ્ટ અને વિદ્યાર્થીઓને થશે સૌથી મોટો ફાયદો
રશિયાએ ભારત માટે ખાસ સુવિધા શરૂ કરી છે. રશિયાની સરકારે પોતાની નાણાકીય સંસ્થાનોમાં ભારતીયોને બેન્ક એકાઉન્ટ ખોલવાના નિયમોમાં છુટછાટ આપી છે. રશિયન સરકારના આ નિર્ણય બાદ ભારતીયો સરળતાથી રશિયામાં બેન્ક એકાઉન્ટ ખોલી શકશે. તેનો ફાયદો રશિયા જતા ટૂરિસ્ટ અને વિદ્યાર્થીઓને થશે.
સોશિયલ મીડિયા પર રશિયન એમ્બેસીએ આપી જાણકારી
ભારતમાં રશિયન એમ્બેસી તરફથી આ મુદ્દે એક પોસ્ટ શેર કરવામાં આવી જેમાં કહેવામાં આવ્યુ છે કે અમને એ એલાન કરતા ખુશી થઈ રહી છે કે રશિયન સરકાર તરફથી ભારતીયો માટે રશિયન નાણાકીય સંસ્થાનોમાં બેન્ક એકાઉન્ટ ખોલવાના નિયમોને સરળ કરી દેવાયા છે. રિમોટલી સરળતાથી રશિયન બેન્કમાં ખાતુ ખોલાવીને રૂપિયા ડિપોઝિટ કરી શકાશે.
ભારતીય ટૂરિસ્ટ અને વિદ્યાર્થીઓ માટે આ સુવિધા
પહેલી પોસ્ટને કોટ કરતા રશિયન એમ્બેસી દ્વારા કહેવામાં આવ્યુ છે કે જ્યારે પણ કોઈ ભારતીય રશિયા આવશે. હવે સરળતાથી પાર્ટનર રશિયન બેન્કમાં જઈને બેન્ક કાર્ડ લઈ શકે છે અને નાણાકીય લેવડદેવડ શરૂ કરી શકે છે. આ સુવિધા ખાસકરીને ભારતીય ટૂરિસ્ટ અને વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે.
ભારતથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ટૂરિસ્ટ અને વિદ્યાર્થીઓ રશિયા ફરવા અને અભ્યાસ કરવા માટે જાય છે. રશિયા તરફથી ભારતીયો માટે e-વીઝાની સુવિધા આપવામાં આવી રહી છે, જેનાથી છેલ્લા અમુક સમયમાં ત્યાં જનારા ભારતીયોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ભારતથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા રશિયા જાય છે. વધુ વિદ્યાર્થીઓ રશિયા મેડીકલના અભ્યાસ માટે જાય છે. મેડીકલ ક્ષેત્રે રશિયન યુનિવર્સિટીની રેન્કિંગ વૈશ્વિક સ્તરે ખૂબ સારી છે.


