- ભારતીય નાગરિકોને વિશેષ સાવધાની રાખવાની એડવાઈઝરી જાહેર
- યુક્રેને આખીરાત ચાર રશિયન સૈન્ય એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો
- 100 કરતાં વધુ રશિયન યુદ્ધ કેદી બનાવ્યાનો આરોપ
છેલ્લા અઢી વર્ષ કરતાં પણ વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે ત્યારે યુક્રેને આખીરાત દરમિયાન ચાર રશિયન એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો છે. રશિયાના ચાર એરપોર્ટને ટાર્ગેટ કર્યા હતા. આ ભીષણ હુમલાનો હેતુ યુક્રેન પર વરસાવેલા બોમ્બ હુમલા માટે ફાઈટર વિમાનોના ઉપયોગ કરવાની મૉસ્કોની ક્ષમતાને નબળી કરવાની હતી. જો કે, આ હુમલાના દાવાની તરત પુષ્ટિ નહોતી થઈ શકી.
ભારતીય નાગરિકોને વિશેષ સાવધાની રાખવાની સલાહ
ભારતે પોતાના નાગરિકો માટે મૉસ્કોમાં આવેલા ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી છે. બુધવારે રશિયાના બ્રાંસ્ક, બેલગોરોડ અને કુર્સ્કમાં રહેતા વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકો માટે સલાહ જાહેર કરાઈ છે. દૂતાવાસે કહ્યું કે, તાજેતરની ઘટનાઓને જોતા ભારતીય નાગરિકોને ખાસ સાવધાની રાખવા અને હંગામી રીતે આ ક્ષેત્રોથી બીજા સ્થાને જવાની સલાહ અપાઈ છે.
યુક્રેની ડ્રોન અને ચાર મિસાઈલ નષ્ટ કરાયા
રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, એર સિક્યોરિટી સિસ્ટમે 117 યુક્રેની ડ્રોન અને ચાર મિસાઈલને હવામાં જ નષ્ટ કરી નાંખ્યા છે. રશિયાએ યુક્રેનમાં ઊર્જા સુવિધાઓ પર હુમલો કર્યો. જેલેન્સકીએ કહ્યું કે, રશિયામાં ઝડપથી વધી રહેલા સૈન્ય આગળ વધી ગઈ છે. છઠ્ઠી ઓગસ્ટે હજારો યુક્રેની સૈનિકો રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં ઘુસી ગઈ હતી.
100 કરતાં વધુ રશિયાન યુદ્ધ કેદી બનાવવામાં આવ્યા
આ સમયગાળઆમાં 100થી વધુ રશિયન યુદ્ધ કેદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. યુક્રેનના ટોપ કમાન્ડર એલેકઝાન્ડર સિર્સ્કીએ કહ્યું કે રશિયન શહેર સુદ્ઝા જે યુક્રેનના માધ્યથી યુરોપમાં રશિયન કુદરતી ગૅસનું ટ્રાસશિપમેન્ટ કેન્દ્ર છે. જે સંપૂર્ણ રીતે યુક્રેનના કંટ્રોલમાં છે. યુક્રેને દાવો કર્યો કે રશિયાના 1000 વર્ગ કિલોમીટર વિસ્તાર કંટ્રોલમાં છે. આ ઘટના પછી પુતિન માટે વાસ્તવિક સમસ્યા સર્જાઈ છે.
યુએસ પ્રમુખ જો બાઈડેને કહ્યું કે, રશિયામાં યુક્રેનની સૈન્ય ઘૂસણખોરીએ વ્લાદિમીર પુતિન માટે વાસ્તવિક મૂંઝવણ ઊભી કરી છે. તેમણે કહ્યું કે અમેરિકી અધિકારીઓ આ પગલાં અંગે યુક્રેનિયનો સાથે સતત સંપર્કમાં છે. એક અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે કુર્સ્ક પર હુમલાનો મુખ્ય ધ્યેય રશિયન સૈનિકોને યુક્રેનમાંથી હટાવવા માટે દબાણ કરવાનો હતો.


