રશિયા અને યૂક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધમાં યૂક્રેનના આક્રમક હુમલાઓ ચાલી રહ્યા છે. 24 કલાકમાં રશિયાના 1100 સૈનિકોને માંરિ નાખ્યાના અહેવાલો સામે આવ્યા છે. બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના વળતા પ્રહારની પણ ભીતિ વર્તાઇ રહી છે. જોકે પુતિનસેનાએ કરેલા હુમલામાં યૂક્રેનના 7 નાગરિકનો ભોગ લેવાયો છે.
રશિયા ઉપર યૂક્રેનના 117 ડ્રોન હુમલા બાદ બીજા જ દિવસે કુરસ્ક અને સુમી વિસ્તારમાં સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. ડ્રોન હુમલામાં 1100 સૈનિક માર્યા ગયા છે. જનરલ સ્ટાફ મુજબ અત્યાર સુધી રશિયાના 9,90,800 સૈનિકોનો ખાતમો બોલાવ્યો છે. અલબત, પોતાના કેટલા સૈનિકો માર્યા ગયા તેનો ખુલાસો કરાયો નથી.
12 યુદ્ધ પ્લેન, 7 ટેન્કનો પણ નાશ કર્યો
અહેવાલો મુજબ યૂક્રેને 24 કલાક સુધી કરેલા હુમલા દરમિયાન સૈનિકો ઉપરાંત શાસ્ત્રોને પણ નુકસાન પહોંચાડ્યું છે. રશિયાના 12 પ્લેન અને 7 ટેન્કનો નાશ કર્યો છે. અત્યારસુધી 384 પ્લેનનો નાશ કર્યો છે.
મંત્રણા નિષ્ફળ જતાં હુમલાઓ વધ્યા
તુર્કીયના ઇસ્તંબૂલમાં યૂક્રેન અને રશિયા વચ્ચે તાજેતરમાં મંત્રણા યોજાઈ હતી. જોકે તે નિષ્ફળ જવાના કારણે બંને દેશ તરફથી હુમલાઓ વધી ગયા છે. રશિયાનો પ્રસ્તાવ યૂક્રેને માન્ય રાખ્યો નથી.
યૂક્રેન અમેરિકાના શરણે છે
પુતિનના બેક ફાયરના કારણે યૂક્રેન જગત જમાદાર અમેરિકાની શરણે છે. સેના પ્રમુખને અમેરિકા મોકલવામાં આવ્યા છે. એક ચર્ચા એ પણ છે કે રશિયા ઉપર હુમલો કરતાં પહેલા યૂક્રેને અમેરિકા સાથે વાત ન કરતાં ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ છે.