રશિયા યુક્રેન યુદ્ધની વચ્ચે હવે શાંતિ વાર્તા માટે માર્ગ સાફ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. શાંતિ વાર્તા માટે આગામી મહિનાની જૂનની બીજી તારીખ નક્કી કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. આ વાતચીત માટે તુર્કીયેના ઇસ્તંબુલ શહેરને પસંદ કરવામાં આવ્યુ છે. ક્રેમલિને આ માટે પ્રસ્તાવ મુક્યો છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે આ અંગે મીડિયા સાથે વાતચીત કરી છે. તેઓએ જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રપતિના સહયોગી વ્લાદિમીર મેડિન્સ્કીના નેતૃત્વમાં રશિયાનું પ્રતિનિધી મંડળ વાતચીત કરશે. 2 જૂનના રોજ ઇસ્તંબુલમાં મોસ્કોના મેમોરેન્ડમને સોંપવામાં આવશે.
ઇસ્તંબુલ શહેરને પ્રાથમિકતા
રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યુ છે. જેના કારણે મોટું નુકસાન બન્ને દેશોને થઇ રહ્યુ છે. બન્ને દેશ વચ્ચે 2 જૂનના રોજ તુર્કીયેના ઇસ્તંબુલ શહેરમાં શાંતિ વાર્તા કરવામાં આવશે. ક્રેમલિને આ મામલે પ્રસ્તાવ મુક્યો છે. રશિયા વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે આ અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે, રશિયાએ યુક્રેન સાથે શાંતિ વાર્તા કરવા માટે પ્રસ્તાવ મુક્યો છે. અગાઉ અટકળો ચાલી રહી હતી કે, બન્ને દેશ વચ્ચે વાતચીત વેટિકન અથવા જીનેવામાં કરાશે. પરંતુ બાદમાં તુર્કીયેના ઇસ્તંબુલ શહેરને પ્રાથમિકતા આપવામાં આવી હતી. અગાઉ પ્રથમ વાર્તા પણ તુર્કીયેના ઇસ્તંબુલ શહેરમાં થઇ હતી.
પ્રથમ રાઉન્ડની વાતચીતમાં શું થયુ હતુ ?
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ વખતે શાંતિ વાર્તાનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. આ વાતચીત માટે 1 હજાર યુદ્ધબંધીની અદલા-બદલા કરવા અને યુદ્ધ વિરામ માટે તમામ મુદ્દાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ વાતચીત માટે સરળ માગ મુકવામાં આવી છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યુ હતુ કે, આ સ્થિતિ ત્યારે જ શાંત થશે. જ્યારે બન્ને દેશ કોઇ શાંતિની પરિસ્થિતિમાં પહોંચશે.