રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સંકેત આપી છે કે યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકા તરફથી પ્રસ્તુત પ્રસ્તાવમાં આગળની વાતચીત માટે આધાર બની શકે છે. તેમણે કહ્યુ કે મોસ્કો એ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. પરંતુ સાથે એ પણ ચેતવણી આપી છે કે જો યુક્રેની સેના તે વિસ્તારમાંથી પાછળ નથી હટતી જેના પર રશિયા દાવો કરે છે, તો રશિયાની સેના જબરદસ્તી નિયંત્રણ વધારશે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં બોલતા પુતિને પુષ્ટિ કરી છે કે અમેરિકી વિશેષ દૂત સ્ટીવ વિટકોફના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આવતા અઠવાડિયે વાર્તા માટે રશિયા પહોંચશે.
યુક્રેનમાં શાંતિ માટે અમેરિકાનો પ્લાન આધાર બની શકેઃ પુતિન
પુતિને કહ્યું કે યુક્રેનમાં શાંતિ માટે અમેરિકાનો પ્લાન ‘આધાર બની શકે છે’, અને ચેતવણી આપી કે જો કિવ પાછું નહીં ખેંચાય તો જમીન પર બળજબરીથી કબ્જો કરવામાં આવશે. પુતિને ભારપૂર્વક જણાવ્યું કે સંઘર્ષ સમાપ્ત કરવા માટેની શરત સ્પષ્ટ છે. યુક્રેનને લુહાંસ્ક, ડોનેત્સ્ક, ખેરસોન અને ઝાપોરિઝ્ઝિયા વિસ્તારોમાંથી સંપૂર્ણ રીતે પાછું હટવું પડશે, જેને રશિયા પહેલાથી જ પોતાનું જાહેર કરી ચૂક્યું છે. હાલમાં રશિયા યુક્રેનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય ધરતીના આશરે 20 ટકા ભાગ પર કબજો રાખે છે, પરંતુ આ ચારેય વિસ્તારો પર તેનો સંપૂર્ણ નિયંત્રણ હજી નથી. મોસ્કોનું કહેવું છે કે કોઈ સ્થાયી સમજૂતી માટે આ વિસ્તારોનું સંપૂર્ણ હસ્તાંતરણ જરૂરી છે. રશિયાનો આ રુખ યુક્રેન અને પશ્ચિમી દેશો માટે સ્વીકારવું અત્યંત મુશ્કેલ માનવામાં આવે છે.
મોરચે લડાઈ હજી પણ ચાલુ
રશિયાની સૈન્ય પ્રગતિ તાજેતરમાં ખાસ કરીને પોક્રોવ્સ્ક વિસ્તારમાં ઝડપી થઈ છે, જે દર્શાવે છે કે મોરચે લડાઈ હજી પણ ચાલુ છે. તેમ છતાં, અમેરિકન સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઑફ વૉરનાં વિશ્લેષકોનું માનવું છે કે રશિયા ડોનેત્સ્ક પર ઝડપથી કબજો કરવાની અથવા નિર્ણાયક જીત મેળવી લેવાની સ્થિતિમાં નથી. નિષ્ણાતોના મતે રશિયાની તાજેતરની પ્રગતિ વ્યૂહાત્મક સ્તરે મહત્વની હોઈ શકે, પરંતુ તે હજી યુદ્ધના વ્યાપક પરિણામો નક્કી કરતી નથી. આ દરમિયાન, પુતિન દ્વારા મુકી આવેલી કઠોર શરતો ચર્ચાઓને વધુ જટિલ બનાવે છે અને સંઘર્ષ સમાપ્ત થવાની સંભાવનાઓ અનિશ્ચિત રાખે છે.
આ પણ વાંચોઃ Pakistanને વધુ એક ઝટકો, UAE પાકિસ્તાની પાસપોર્ટ પર લગાવ્યો પ્રતિબંધ


