રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જલ્દી રોકાવાના કોઈ અણસાર નથી. યુક્રેન શિયાળામાં જાતે યુદ્ધ લડવા સક્ષમ બનવાનો પ્રયાસમાં જહેમત ઉઠાવી રહ્યું છે. આ માટે તેને ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રકચરને રિપેર કરવાની જરૂર છે, કારણ કે રશિયાના હુમલામાં તેના મોટાભાગના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રકચર વિનાશ થઈ ચુક્યા છે.
યુરોપિયન યુનિયન એટલે કે, ઈયુએ ફરી એકવાર યુક્રેનની મદદ માટે હાથ લંબાવ્યો છે. ઈયુના ચીફ ઉર્સુલા વોન ડેર લેયેન આજે કીવની મુલાકાત લીધી હતી. તેઓ અહીં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને મળશે. તેમણે યુક્રેનને 180 મિલિયન ડોલર (આશરે રૂ. 1503 કરોડ)નું તાજું ઉર્જા ભંડોળ પૂરું પાડવાનું પણ વચન આપ્યું છે.
રશિયાએ આની કિંમચ ચુકવવી પડશે
ઈયુના વડા જણાવ્યું કે, આમાંથી 112 મિલિયન ડોલર (રૂ. 935 કરોડ) યુરોપિયન યુનિયનમાં રાખવામાં આવેલી રશિયન સંપત્તિમાંથી આવશે કારણ કે તે ફેબ્રુઆરી-2022થી યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે રશિયા પોતે જ કિંમત ચૂકવે તો સારું રહેશે કારણ કે તે આ બધા વિનાશનું કારણ છે.
યુરોપિયન યુનિયનનો અંદાજ છે કે યુક્રેનનું લગભગ 50 ટકા એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાશ પામ્યું છે. આવી સ્થિતિમાં, ઘરો, હોસ્પિટલો અને શાળાઓને ગરમ રાખવા ખૂબ જ મુશ્કેલ પડકાર હશે કારણ કે આગામી દિવસોમાં તાપમાન ઝડપથી ઘટશે અને યુક્રેનને યુદ્ધ વચ્ચે સતત ત્રીજા વર્ષે શિયાળાનો સામનો કરવો પડશે. વોન ડેર લેયેને કહ્યું કે રશિયા સારી રીતે જાણે છે કે તે એનર્જી સ્ટેશન પર બોમ્બ ધડાકા કરીને યુક્રેનને શું નુકસાન પહોંચાડી રહ્યું છે. જો લોકો ઠંડીથી ધ્રૂજતા રહેશે, તો તેમની યુદ્ધ લડવાની ક્ષમતા ઘટી જશે.
ઈયુ-યુક્રેન તૈયાર કરી રહ્યું છે વિન્ટર પ્લાન
એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે અમને આની મોટી અસર જોવા મળી શકે છે. લોકો ઠંડીથી બચવા રસ્તા શોધશે, અને એવા સ્થળો પર જશે જ્યાં તેઓને ગરમાવો અને શરણ મળી શકે. આ નિવેદનનો ઉલ્લેખ કરતા ઈયુના વડાએ જણાવ્યું કે, આ સ્થિતિઓએને જોતા યુક્રેનની આંતરરાષ્ટ્રીય મદદ કરવી વધુ જરૂરી થઈ જાય છે. તેમને વધુમાં જણાવ્યું કે, યુક્રેનનો મિત્ર અને સહયોગી થવાના લીધે તેઓને તમામ પ્રયાસ કરવા પડશે જેનાથી આપણે શિયાળામાં વીજળી મળતી રહે. તેઓએ કહ્યું કે, અમે યુક્રેનના બહાદૂર લોકોને ગરમ રાખવાની સાથે અર્થવ્યવસ્થાને પણ આગળ વધારવાનું છે.
યુક્રેન દેશને ગ્રીન ઈકોનોમી બનાવવાનો પ્રયાસ
મળતી માહિતી અનુસાર, આગામી દિવસમાં ઘણા એવા પ્રયાસો કરાશે જેનાથી આ નુકસાનની ભરપાઈ કરાઈ શકે. ઉદાહણ તરીકે લિથુઆનિયા એક થર્મલ પાવર પ્લાન્ટને ડિસ્મેન્ટલ કરી જહાજથી યુત્રેન મોકલી રહ્યું છે, તેના પાર્ટસને યુક્રેનમાં ફરીથી જોડાશે. યુરોપિયન યુનિયન દેશ પણ યુક્રેનને વીજળી નિકાસ કરવાની ચાલુ રાખશે. આનાથી આગામી કેટલાક મહિનામાં યુક્રેનની જરૂરિયાતનો આશરે એક ચતૃર્થાંશ હિસ્સો પૂર્ણ થશે.
યુરોપિયન સંઘ યુક્રેનમાં સૌર પેનલો અને બીજી નવી ટેક્નોલૉજીના ઉપયોગના માધ્યમથી ઉર્જા ઉત્પાદનને ડિસેન્ટ્રલાઈઝ કરવાનો પ્રયાસ કરી રહી છે, જેનાથી રશિયન હુમલા માટે ઉર્જા ગ્રીડ પર સીધી અસર નાખવી વધુ અઘરી થઈ શકે. તેઓએ કહ્યું કે, આનાથી યુક્રેનનું ગ્રીન ઈકોનોમી બનવામાં મદદ મળશે.