- રશિયા તરફથી યુક્રેન પર ભીષણ હુમલો
- રશિયાએ છોડેલી મિસાઈલો યુક્રેનમાં એક શોપિંગ મૉલ ધ્વસ્ત કર્યો
- આ અગાઉ યુક્રેનની સેનાએ રશિયાનો આવો હુમલો નિષ્ફળ કર્યો હતો
છેલ્લા અઢી વર્ષ કરતાં પણ વધુ સમયથી ભીષણ યુદ્ધ લડી રહેલા રશિયા-યુક્રેનને લઈ બીજા દેશો પણ ધીમેધીમે કંટાળી ગયા છે. પરંતુ રશિયા હજી યુક્રેનને વિનાશ કરવામાં કોઈ કચાસ રાખવા માગતો નથી. આ દરિયાન શુક્રવારે સવારે રશિયાએ યુક્રેન પર એક ભીષણ અને ઘાતક હુમલો કર્યાનું સામે આવ્યું છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે, રશિયન વિમાનોએ છોડેલી મિસાઈલો યુક્રેનના શોપિંગ મૉલમાં પડી હતી. જેમાં નવ લોકોનાં ઘટનાસ્થળે મોત થયા હતા. આ અગાઉ યુક્રેનની સેનાએ રશિયાના એક બીજા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.
યુક્રેને રશિયન ડ્રોન નષ્ટ કર્યા
યુક્રેની સૈનિકોની ઘૂસણખોરી પછી રશિયાના કીવ પર ભીષણ વળતો પ્રહાર કર્યો હતો. રશિયન સૈન્યએ વળતો પ્રહાર કર્યો હતો. રશિયાની સેનાએ ઘણા ડ્રોન હુમલા લોંચ કર્યા હતા. યુક્રેનનો દાવો છે કે રશિયાની તરફથી છોડાયેલા તમામ 27 રશિયન હુમલાખોર ડ્રોનને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે રશિયન સરહદ ધરાવતા વિસ્તારમાં સતત ત્રણ દિવસથી બંને સૈન્ય વચ્ચે ભી।ણ યુદ્ધ યથાવત્ છે.
રશિયામાં યુક્રેની સૈનિકો ઘુસ્યા
મહત્ત્વનું છે કે, તાજેતરમાં યુક્રેનના 300 કરતાં વધુ સૈનિકોએ 11 ટેન્કો અને 20 બખ્તરબંધ વાહનો સાથે રશિયામાં ઘૂસણખોરી કરી હતી. રશિયાના સંરક્ષણ મંત્રાલય તરફથી આ દાવો કરવામાં આવ્યો છે. જ્યારે યુક્રેનની સરહદ ધરાવતા રશિયાના કુર્સ્ક ક્ષેત્રના સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, આ વિસ્તારમાં લડાઈ હજી ચાલુ છે. આ અઠવાડિયે યુક્રેની સૈન્યએ ઘૂસણખોરી કરી હતી. રશિયન સૈન્ય યુક્રેની સૈનિકોના ક્ષેત્રમાં આગળ વધતા રોકવા માટે સંઘર્ષણ કરી રહી છે.


