તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્કાબાતમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિશ્વાસ મંચના ઉદ્ઘાટન પહેલાં જ પાકિસ્તાનની મોટી ફજેતી થઇ છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફને જોરદાર ઇગ્નોર કર્યા દીધા. આ ફોરમમાં રશિયા, તુર્કી, ઈરાન, પાકિસ્તાન સહિત અનેક દેશોના વડાઓ પણ હાજર હતા.
શહબાઝની હાસ્યસ્પદ સ્થિતિ
એક વીડિયો માં જોવા મળે છે કે તમામ મુખ્ય નેતાઓ ગ્રુપ ફોટોશૂટ માટે એકત્ર થાય છે. તેમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સીધા શહબાઝ શરીફની આગળ જઈને ઊભા થઈ જાય છે. શહબાઝ તેમને જોઈને હળવી સ્મિત સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરે છે, પરંતુ પુતિન તેમને સંપૂર્ણ રીતે અવગણીને તેમના બરાબર આગળ ઊભા થઈ જાય છે. ત્યારબાદ શહબાઝ શરીફ ખૂબ શરમિંદા થઈ જાય છે. તેમના ચહેરા પરની આ શરમ્યુક્ત ભાવના વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.
અનેક નેતાઓ રહ્યા હાજર
તુર્કમેનિસ્તાનમાં યોજાતા આ આંતરરાષ્ટ્રીય ફોરમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન, તુર્કીના રાષ્ટ્રપતિ રેજિપ તઈપ એર્દોગન, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પેજેશ્કિયાન તથા ઈરાકના રાષ્ટ્રપતિ અબ્દુલ લતીફ રશીદ સહિત અનેક વિશ્વ નેતાઓએ ભાગ લીધો. આ ફોટો મંચ પરની દ્વિપક્ષીય બેઠક અને સત્રો પહેલાં લેવામાં આવ્યો હતો, જે વૈશ્વિક શાંતિ, તટસ્થતા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર કેન્દ્રિત છે. આ મંચ તુર્કમેનિસ્તાનની સ્થાયી તટસ્થતાના 30 વર્ષ અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2025 ને આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિશ્વાસ વર્ષ જાહેર કરવાના અવસર પર આયોજિત કરવામાં આવ્યો છે. તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિ સેરદાર બેરદિમુખામેદોવની મહેમાનગતિમાં યોજાતા આ કાર્યક્રમમાં લગભગ 50 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ જાપાનની ધરા ફરી ધ્રૂંજી! ભૂકંપ આવતા જ આકાશમાં દેખાયો રહસ્યમયી પ્રકાશ, જુઓ VIDEO


