હાલ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેનું કારણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ભારત પ્રવાસ છે. વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસના કારણે પાકિસ્તાનમાં ભયનો માહોલ સર્જાયો છે. ચાર વર્ષ બાદ પુતિન મોસ્કોથી દિલ્હી પહોંચ્યા છે. ભારતના એજેન્ડાને કારણે પાકિસ્તાનના પેટમાં ચૂંક આવી રહી છે. આ પ્રવાસ બાદ ભારત અને રશિયાના સંબંધો વધુ મજબૂત થશે. જોકે, ભારત અને રશિયાની મિત્રતા દુશ્મન દેશોને એમાં પણ ખાસ કરીને પાકિસ્તાનને આંખમાં કણાની જેમ ખુંચી રહી છે.
દુશ્મન દેશ માટે ખતરા રૂપ છે પુતિનનો ભારત પ્રવાસ
ભારત અને રશિયા વચ્ચે પુતિનની મુલાકાત દરમિયાન ઘણી ડિલ થવાની છે. જેમાં ડિફેન્સ ડિલ્સ પણ સામેલ છે. જે ભારતના દુશ્મન દેશ માટે ખતરા રૂપ છે. જે કારણે પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ છે. પુતિનના પ્રવાસથી મુનીરની સેનાનું મનોબળ તૂટી ગયું છે. આ ડર પાકિસ્તાનના નેતાઓ અને સેના અધિકારીઓની સાથે પાકિસ્તાની મીડિયા અને સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહ્યો છે. જે કારણે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન માટે નિવેદન આપી રહ્યા છે.
પાકિસ્તાનમાં કોણે શું કહ્યું?
સિનિયર જર્નલિસ્ટ કમર ચીમાએ જણાવ્યું કે, 5 ડિસેમ્બરના રોજ પુતિન ભારત આવી રહ્યા છે. આ એક રાજદ્વારી ઈવેન્ટ છે. આ દરમિયાન રશિયા સ્પેશિયલ એન્ડ પ્રવિલેજ તેના સ્ટ્રેટેઝિક પાર્ટનરશિપ ભારત સાથે મજબૂત કરવાની યોજના છે. તેમનો મેઈન ફોક્સ ડિફેન્સ, ઓઈલ અને હથિયારો પર હશે.તેમને એક મોટા વિચાર સાથે વાર્તાલાપ કરશે.
સિનિયર જર્નલિસ્ટ મુબાશેર લુકમાને જણાવ્યું હતું કે, ભારત S-500, મિસાઈલ અને F-35 મેળવવા ઈચ્છે છે. ભારત પાસે મિસાઈલનો મોટો જથ્થો છે. ભારત 104 રાફેલ ફ્રાન્સની ડિસોલ્ટ કંપની પાસેથી ખરીદવા ઈચ્છે છે. તે તમામ વાટાઘાટો ઝડપથી કરી રહ્યું છે. કારણે કે, પાકિસ્તાન પર અફઘાનિસ્તાન હુમલો કરે ત્યારે ભારત બીજી તરફથી હુમલો કરી શકે.
એક પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકારનું નિવેદન પણ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિનો ભારત પ્રવાસ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન થઈ રહ્યો છે. તમારે સમજી જવું જોઈએ કે પુતિનની ભારત મુલાકાત અફઘાનિસ્તાનને પ્રોત્સાહન આપી શકે છે. ભારત કોઈ ષડયંત્ર રચી શકે છે.
પાકિસ્તનમાં ભયનો માહોલ
ડિફેન્સ, ઓઈલ અને હથિયારથી પણ વધુ મોટી એક ચિંતા પાકિસ્તાનને છે. પાકિસ્તાનને ડર છે કે, મોદી અને પુતિનની મુલાકાત દરમિયાન આતંકવાદ અને પાકિસ્તાન વિશે ચર્ચા થશે તો તેના માટે માઠા સમાચાર છે. અફઘાનિસ્તાન અને બલુચિસ્તાનનો મુદ્દે ચર્ચાનો ડર પણ પાકિસ્તાનને છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા લાંબા સમયથી બલુચિસ્તાનમાં બળવો ચાલી રહ્યો છે. આ વિસ્તારમાં પાકિસ્તાન સેના દ્વારા ઘણા અત્યાચારો પણ કરવામાં આવી રહ્યા છે. આવામાં જો પુતિને અફઘાન તાલિબાનને મદદ કરી તો પાકિસ્તાન ચારે બાજુથી ઘેરાઈ જશે. આ જ કારણ છે કે, પાકિસ્તાનમાં મોટા સેના અધિકારીઓ અને નેતાઓ ડરેલા છે.
આ પણ વાંચો – Vladimir Putinનું ઘડિયાળોનું એવું શાનદાર કલેક્શન કે જેના પર રહે છે આખી દુનિયાની નજર


