- રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉદ્યોગપતિઓ સાથે કરી વાત
- યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ રશિયા પર ચારે તરફથી પ્રતિબંધો
- યુરોપની સૌથી મોટી અને વિશ્વની પાંચમા ક્રમની અર્થવ્યવસ્થા
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો છે કે તેમનો દેશ યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. યુક્રેન સાથે યુદ્ધને લગભગ 23 મહિના વીતી ચૂક્યા છે. આ દરમિયાન ઉદ્યોગપતિઓ સાથે એક બેઠકમાં પુતિને કહ્યું છે કે રશિયા યુરોપની સૌથી મોટી અને દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
રશિયન રાષ્ટ્રપતિ પુતિને દાવો કર્યો છે કે રશિયા દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, તેમણે જણાવ્યું છે કે દુનિયાભરમાંથી ચારે બાજુથી થઈ રહેલા દબાણ છતાં યુરોપિયન દેશો વકચહે રશિયા સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેમણે ઉદ્યોગપતિઓ સાથે એક બેઠક દરમિયાન દેશની અર્થવ્યવસ્થાને લઈને અનેક મહત્વની વાતો કરી હતી.


