ભારત અને ઇઝરાયલના વિદેશ મંત્રીઓએ ઇઝરાયલ દ્વારા એશિયા, યુરોપ અને અમેરિકાને જોડવાના મુદ્દા પર ચર્ચાઓ કરી હતી. જોકે હકીકતમાં પીએમ મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ માર્ગો દ્વારા વેપાર માર્ગો વિકસાવવાની વાત કરી હતી.
વિદેશ મંત્રી એસ જયશંકર અને ઇઝરાયલી વિદેશ મંત્રી ગિડીઓન સાર વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇઝરાયલ દ્વારા એશિયા, યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સને જોડવાના વિઝન પર ચર્ચાઓ થઈ હતી. વિદેશ મંત્રી એસ જયશંકર અને સાર મ્યુનિક સુરક્ષા પરિષદ દરમિયાન તેઓ મળ્યા હતા. સુરક્ષા-રાજદ્વારી બાબતોની ચર્ચાઓ કરવા માટે આ એક ઉત્તમ વૈશ્વિક પ્લેટફોર્મ છે. બંને નેતાઓએ હુથી અને ઈરાન દ્વારા વેપાર માર્ગો પર થયેલા હુમલાઓથી ઉભા થયેલા પડકારો વિશે પણ વાત પણ કરી હતી. ઇઝરાયલ ભારત સાથેના તેના સંબંધોને વ્યૂહાત્મક મહત્વ આપી રહ્યુ છે.
એક મોટી સિદ્ધિ
ટ્રમ્પે વડા પ્રધાન મોદી સાથેની સંયુક્ત પરિષદમાં કહ્યું હતું કે અમેરિકા અને ભારત ઇતિહાસના સૌથી મહાન વેપાર માર્ગોમાંથી એક બનાવવા માટે સાથે મળીને કામ કરવા સંમત થઈ રહ્યા છે, તેમણે કહ્યું કે આ રુટ ભારતથી ઇઝરાયલ, ઇટાલી અને પછી યુનાઇટેડ સ્ટેટ્સ તરફ જશે. જે બંદરો, રેલ્વે અને દરિયાઈ કેબલ દ્વારા અમારા ભાગીદારોને જોડવા અહીં સમુદ્રની નીચે ઘણા કેબલ નાખવામાં આવ્યા છે. આ એક મોટી સિદ્ધિ હાંસલ છે.
ટ્રમ્પ-મોદીની મુલાકાતમાં શું ચર્ચા થઈ
ટ્રમ્પે કહ્યું કે તેમાં ઘણા પૈસાઓ ખર્ચ થઈ શકે છે અમે તેના પર પહેલાથી જ કેટલાક પૈસાઓ ખર્ચી નાખ્યા છે. તેને આગળ વધારવા અને મોખરે રહેવા માટે આપણે હજી વધુ પૈસાઓ ખર્ચવા પડી શકે છે. 2023ના G20 સમિટમાં ભારત દ્વારા યુરોપ સાથે માળખાકીય સુવિધાઓને જોડવાના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેને આપણા ઇતિહાસનો સૌથી મોટો સહયોગ પ્રોજેક્ટ ગણાવ્યો હતો . તેમણે વધુમાં કહ્યું હતું કે આનાથી મધ્ય પૂર્વ, ઇઝરાયલનો ચહેરો બદલાઈ જઈ શકે છે અને સમગ્ર વિશ્વ પર તેની અસર પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેતન્યાહૂ વચ્ચે અગાઉ પણ આર્થિક પ્રવૃત્તિ પર ચર્ચા થઈ ચૂકી છે.
વૈશ્વિક જરૂરિયાત જે સુનિશ્ચિત કરવી આવશ્યક
2023 માં ટેલિફોન વાતચીતમાં બંને નેતાઓએ બાબ-અલ-મંડેબમાં નેવિગેશનની સ્વતંત્રતા સુરક્ષિત કરવાના મહત્વ પર ચર્ચાઓ કરી હતી. પીએમ નરેન્દ્વ મોદીએ ત્યારે કહ્યું હતું કે નેવિગેશનની સ્વતંત્રતા એક આવશ્યક વૈશ્વિક જરૂરિયાત છે જે સુનિશ્ચિત કરવી આવશ્યક છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના તાજેતરના સંઘર્ષ દરમિયાન હુથીઓએ વ્યૂહાત્મક બાબ-અલ-મંડેબ ક્ષેત્રમાં વારંવાર જહાજો પર હુમલાઓ કર્યા છે, અને દાવો પણ કર્યો છે કે તેઓ ઇઝરાયલના જહાજોને નિશાન બનાવી રહ્યા છે.


