- ઇરાનમાં ફસાયેલી મહિલા કેડેટ પરત ફરી
- જહાંજમાં ફસાયા હતા એન ટેસા જોસેફ
- સુરક્ષિત રીતે આવી પહોંચ્યા ભારત
તહેરાનમાં ફસાયેલી ભારતીય મહિલા કેડેટ એન ટેસા જોસેફ સુરક્ષિત રીતે ભારત આવી ગયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી આપી હતી. ત્યારે આ મામલે હવે વિદેશમંત્રી એસ.જયશંકરનું નિવેદન સામે આવ્યું છે.
વિદેશ મંત્રીએ ખુશી કરી વ્યક્ત
વિદેશ મંત્રી એસ જયશંકરે આ ટ્વિટને રિટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ગ્રેટ વર્ક, એન ટેસા જોસેફ સફળતા પૂર્વક ઘરે પહોંચ્યા તેની ખુશી છે. સાથે જ પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે મોદીની ગેરંટી હંમેશા પૂરી થાય છે, પછી ભલે તે દેશ હોય કે વિદેશ.
આજે કોચી એરપોર્ટ પર પહોંચ્યા
ભારતીય મિશન અને ઈરાન સરકારના સંયુક્ત પ્રયાસોને કારણે ભારતીય મહિલા કેડેટ એન ટેસા જોસેફ કે જેઓ કેરળના થ્રિસુરના રહેવાસી છે. તેઓ પરત ફરવામાં સફળ રહ્યા છે. કન્ટેનર જહાજ MSC Aries ના ભારતીય ક્રૂ સભ્યો સાથે તે ફસાયેલી હતી. તમે બપોરે કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી હતી.
હજુ 16 લોકો છે જહાંજમાં
વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તેહરાનમાં ભારતીય મિશન આ બાબતથી વાકેફ છે અને કન્ટેનર જહાજના બાકીના 16 ભારતીય ક્રૂ સભ્યોના સંપર્કમાં છે. ક્રૂ સભ્યોની તબિયત સારી છે અને તેઓ ભારતમાં તેમના પરિવારના સભ્યોના સંપર્કમાં છે. ભારતીય મિશન MSC Aries ના બાકીના ક્રૂ સભ્યોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ઈરાની સત્તાવાળાઓ સાથે પણ સંપર્કમાં છે. આ પહેલા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પોતાના ઈરાનના સમકક્ષ વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયન સાથે આ મામલે વાત કરી હતી.


