- યુદ્ધ વચ્ચે એસ.જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સાથે કરી વાતચીત
- 13 એપ્રિલે ઈરાને MSC Aries નામનું જહાજ કર્યું હતું કબજે
- માહિતી મળતા જ ભારતીય વિદેશ મંત્રાલય આવ્યું એક્શનમાં
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે માહિતી આપી છે કે તેમણે 17 ભારતીયોને મુક્ત કરવા અંગે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી છે. ઈરાન-ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવ અંગે પણ ચર્ચા કરી હતી. તમને જણાવી દઈએ કે, 13 એપ્રિલે ઈરાને MSC Aries નામનું જહાજ કબજે કર્યું હતું, જેમાં 17 ભારતીયો પણ સવાર હતા.
ઈરાને ઈઝરાયેલ સામે યુદ્ધ શરૂ કર્યું છે. તેવામાં 13 એપ્રિલના રોજ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટની નજીક એક જહાજને બંધક બનાવ્યું હતું. આ જહાજમાં 17 ભારતીયો સવાર હતા. ભારતીય વિદેશ મંત્રાલયને આ માહિતી મળતા જ ભારતીય વિદેશ મંત્રાલય એક્શનમાં આવી ગયું છે. ત્યારથી વિદેશ મંત્રાલય ઈરાન સાથે સતત સંપર્કમાં છે. તેમજ ભારતીયોની મુક્તિ માટે પ્રયાસો ચાલુ છે. તમને જણાવી દઈએ કે આ જહાજ એક કાર્ગો જહાજ છે જે આંશિક રીતે ઈઝરાયેલના અબજોપતિ ઉદ્યોગપતિની માલિકીની કંપનીનું છે, જેમાં ક્રૂ સહિત કુલ 17 ભારતીયો સવાર હતા.
એસ. જયશંકરે આપી માહિતી
હવે આ મામલે નવી માહિતી સામે આવી છે. જોકે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા સાઇટ પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, રવિવારે સાંજે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના વિદેશ મંત્રી એચ. અમીરાબ્દોલ્લાહિયન સાથે વાત કરી હતી. MSC Aries ના 17 ભારતીય ક્રૂ મેમ્બર્સની મુક્તિ અંગે ચર્ચા કરી. વિસ્તારની વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે વધતા તણાવને ટાળવો જોઈએ, સંયમ રાખવો જોઈએ અને કૂટનીતિ દ્વારા મામલો ઉકેલવો જોઈએ.
ઈરાને 25 લોકોને બંધક બનાવ્યા


