નિખિલ જોષી
અગ્ર ગુજરાત ચાણસ્મા
ચાણસ્મા પી.આઇ મેડમના રાજ માં બુટલેગરો બેફામ બન્યા.
ચાણસ્મા પંથકમાં જ્યારથી પી.આઇ મેડમનું પોસ્ટિંગ થયું છે ત્યારથી જ ચાણસ્મા પંથકમાં અસામાજિક પ્રવૃત્તિઓએ માઝા મૂકી છે તેમજ દેશી વિદેશી દારૂની પણ રેલમછેલ થઈ રહી છે ત્યારે આ બાબતે અવારનવાર સ્ટેટ મોર્નિંગ સેલ તથા પાટણ એલસીબી દ્વારા છાપાઓ મારી બુટલેગરોનો ઝડપવામાં આવી રહ્યા છે ત્યારે ચાણસ્મા પી.આઇ મેડમ શું કરી રહ્યા છે ?? તેવા અનેક સવાલો પેદા થઈ રહ્યા છે ત્યારે વધુ એક વખત સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામ પાસે પલટી મારેલ ગાડીમાંથી અન્ય ગાડીમાં દારૂ ટ્રાન્સફર થઈ રહ્યો હતો ત્યારે જ છાપો મારીને વિદેશી દારૂ ઝડપી ચાણસ્મા પી.આઇ મેડમને વધુ એક વખત લપડાક આપી હતી
મળતી માહિતી મુજબ ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામથી ગંગાપુરા જવાના માર્ગ પર આજરોજ વહેલી સવારે ગાઢ ધુમ્મસ હોય સદર માર્ગ પરથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ગાડી અમદાવાદ જઇ રહી હતી તે દરમિયાન ધુમ્મસને કારણે ગાડી પલટી મારી જતાં તેમાં ભરેલ વિદેશી દારૂ અન્ય ક્રેટા ગાડી તેમજ કેયા ગાડીમાં ટ્રાન્સફર થઈ રહ્યો હતો ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળતા જ તાત્કાલિક સ્થળ પર પહોંચી વિદેશી દારૂની બોટલો નંગ ૧૧૪૦ કિ.રૂ ૧.૫૪ લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો તેમજ પપ્પુરામ જગારામ બિસનોઈ ગામ.ડોલી તાલુકો .કલ્યાણપુર જિલ્લો. બાડમેર વાળાને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
નોંધનીય છે કે ચાણસ્મા પંથકની અંદર જ્યારથી પી.આઇ મેડમનું પોસ્ટિંગ થયું છે ત્યારથી અસામાજિક પ્રવૃત્તિઓએ માઝા મૂકી છે તેમજ જાણે બુટલેગરોને ખુલ્લો દોર મળી રહ્યો હોય તેમ વિદેશી તેમજ દેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે તેમજ અવારનવાર સ્ટેટ મોનેટરિંગ સેલ તેમજ પાટણ એલસીબી દ્વારા છાપાઓ મારી ચાણસ્મા પોલીસને ઊંઘતી ઝડપવા છતાં પણ ચાણસ્મા પોલીસની ઊંઘ ઊડતી નથી આ બાબતનું કારણ “પત્રમ પુષ્પમ” વ્યવહાર હોવાનું પણ લોકમુખે ચર્ચાઓ જાગી છે ત્યારે હવે પછી ચાણસ્મા પીઆઇ મેડમ જાગે છે કે પછી શું તે તો આવનાર સમય જ બતાવશે.


