- આજે સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાશે
- ભારતીય સમય અનુસાર બપોરે 2 કલાકે મેચ રમાશે
આજે વર્લ્ડ કપની 42મી મેચ સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ વર્લ્ડ કપમાં ત્રણ મેચ રમાઈ છે અને તેમાંથી એક પણ મેચમાં 300 રનનો સ્કોર નથી બન્યો. તો હવે જોવું રહ્યું કે અફઘાનિસ્તાન સાઉથ આફ્રિકાને હરાવીને ટુર્નામેન્ટમાં રહે છે કે બહાર થશે.
આજે (10 નવેમ્બર) વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે બંને ટીમો સામસામે ટકરાશે. સાઉથ આફ્રિકા માટે આ મેચ ઓસ્ટ્રેલિયા સામે 16 નવેમ્બરે રમાનાર સેમિફાઇનલ મેચ માટે પ્રેક્ટિસ જેવી હશે. બીજી તરફ, અફઘાનિસ્તાન આ મેચ જીતીને તેના શાનદાર વર્લ્ડ કપ અભિયાનને અલવિદા કહેશે.
અફઘાન ટીમ માટે ટુર્નામેન્ટની છેલ્લી મેચ
જો કે, અફઘાનિસ્તાનની ટીમ હજુ પણ સેમીફાઈનલની રેસમાં છે પરંતુ અંતિમ ચારમાં પહોંચવા માટે તેણે પ્રોટીઝ ટીમને 438 રનથી હરાવવી પડશે જે અસંભવ છે. આવી સ્થિતિમાં, સમજી શકાય છે કે આજની મેચ અફઘાન ટીમ માટે આ વર્લ્ડ કપની છેલ્લી મેચ છે.
અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં તેની 8માંથી 4 મેચ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ટીમોને હરાવી. તે ઓસ્ટ્રેલિયા સામે પણ મોટી જીતની નજીક હતી પરંતુ મેક્સવેલે ટેબલ ફેરવી દીધું. બીજી તરફ આ વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા ચેમ્પિયનની જેમ રમ્યું હતું. તેણે તેની 8 મેચમાંથી 6માં જીત મેળવી હતી.
પિચ રિપોર્ટ
આજની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી એક પણ ટીમ આ મેદાન પર 300નો આંકડો સ્પર્શી શકી નથી. લાલ અને કાળી માટીથી બનેલી બે પિચ છે અને આ બે માટીના મિશ્રણથી બનેલી પીચ પણ છે. લાલ માટી ફાસ્ટ બોલરો માટે મદદરૂપ છે અને કાળી માટી પર સ્પિનરો વધુ અસરકારક છે. મેચ પહેલા જ સ્પષ્ટ થઈ જશે કે આજે કઈ પીચ પર મેચ રમાશે. પરંતુ રન પીછો કરવો અહીં સરળ હશે.
બંને દેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન
અફઘાનિસ્તાનઃ રહમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી(કેપ્ટન) અઝમતુલ્લાહ ઓમરઝાઈ, મોહમ્મદ નબી, ઈકરામ અલીખિલ(વિકેટકીપર), રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, નવીન ઉલ-હક
સાઉથ આફ્રિકાઃ ક્વિંટન ડી કોક(વિકેટકીપર), ટેમ્બા બાવુમા(કેપ્ટન), રાશી વેન ડેર ડુસેન, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જાનસેન, કેશવ મહારાજ, તરબેઝ શમ્સી, કગિસો રબાડા, લુંગી એલગિડી


