સાબરકાંઠામાં એસીબી મહિલા પીઆઇએ અધિકારીને ટકોર કરી છે, તાલુકા પંચાયતના અધિકારી, સ્ટાફ સામે કરી ટકોર અને ઇડર તા.પંચાયતમાં લાંચીયા કર્મીઓ ગઈકાલે ઝડપાયા હતા, ACBએ 3 કોન્ટ્રાક્ટ કર્મચારીઓની કરી હતી ધરપકડ અને ગ્રામ વિકાસ શાખાના ક્લસ્ટર કોઓર્ડિનેટર ઝડપાયા હતા.
ગઈકાલે એસીબીએ સાબરકાંઠામાં ટ્રેપ કરી હતી
કમલ પટેલ, જીન્નતબેન, મેહુલ રાઠોડ લાંચ લેતા ઝડપાયા હતા, જેમાં કમલ પટેલ ઇડર તાલુકા ભાજપ યુવા પ્રમુખ પણ છે અને બિલ મંજૂર કરવા માગી હતી રૂપિયા 1.25 લાખની લાંચ, ACBની ટ્રેપને પગલે લાંચીયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો, અને પીઆઈ લાંચીયાઓને લઈ બહાર આવી રહ્યાં હતા તે દરમિયાન તેમણે જાહેરમાં અન્ય અધિકારીઓને પણ ટકોર કરી હતી, તાલુકા પંચાયત કચેરીમાંથી બહાર નીકળતા સમયે ACB મહિલા અધિકારીએ ટકોર કરતા ખળભળાટ મચ્યો હતો.
લાંચમાં ઝડપાયેલ આરોપી
01- કમલકુમાર નારાયણદાસ પટેલ, ક્લસ્ટર કોઓર્ડીનેટર, (કરાર આધારિત), તાલુકા પંચાયત ઇડર જી.સાબરકાંઠા
02-જીન્નતબેન W/O રોનકકુમાર D/O ચંદુભાઇ પટેલ, ક્લસ્ટર કોઓર્ડીનેટર, (કરાર આધારિત), તાલુકા પંચાયત ઇડર જી.સાબરકાંઠા
03-મેહુલકુમાર મુળાભાઇ રાઠોડ, ક્લસ્ટર કોઓર્ડીનેટર, (કરાર આધારિત), તાલુકા પંચાયત ઇડર જી.સાબરકાંઠા
બીલના રૂપિયા મંજૂર કરવા માટે લાંચ માગી હતી
આ કામના ફરિયાદી ચોરીવાડ, જાદર, વિરપુર, બોલુન્દ્રા, પાનોલ વિગેરે ગામોએ સેગ્રીગેશન શેડ તથા ખારકુવાનું કોન્ટ્રાકથી કન્સ્ટ્રક્શનનું કામ કરેલ. જેના બીલો મંજુર કરવા માટેની પક્રીયામાં બીલની રકમના ૧૨% મુજબ કુલ રકમ રૂ. ૧,૨૫,૦૦૦/- ની લાંચની માગણી કરેલ. ફરિયાદી લાંચની રકમ આક્ષેપિતોને આપવા ઇચ્છતા ન હોઇ એ.સી.બી.નો સંપર્ક કરેલ. લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત નં. ૧ તથા ૨ એ રૂબરૂમાં તથા આક્ષેપિત નં. ૩ એ ટેલીફોનિક ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નં. ૧ તથા ૨ એ લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ છે. આક્ષેપિત નં.૩ સ્થળ ઉપર હાજર મળી આવેલ નથી.


