- દ્વારકાની 2 દીકરીઓએ અંડર વોટર ધ્વજ લહેરાવ્યો
- શિવરાજપુરમાં સ્કુબા ડાઇવિંગ વખતે ધ્વજ લહેરાવ્યો
- દ્વારકાની ટ્વિન્સ બહેનોએ અંડર વોટર ધ્વજ લહેરાવ્યો
અયોધ્યા રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ યોજાનાર છે. જેને લઈને સમગ્ર દેશ રામમયી બની ગયો છે. દેશ-વિદેશના મહેમાનો અને સંતો, મહંતો તેમજ મોટા ગજાના કલાકારો અને અતિથીઓ અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આંત્રિત કરાયા છે. ત્યારે ગુજરાતના દ્વારકામાં બે બહેનોએ દરિયામાં ભગવો લહેરાવ્યો છે. રામ ભગવાન પ્રત્યેની આસ્થા દર્શાવવા ઝંડો લહેરાવ્યો હતો.
જુડવા બહેનોએ ભગવો લહેરાવ્યો
સમગ્ર દેશમાં રામ રાજ્યની ખુશીનો માહોલ છે ત્યારે અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં ગુજરાતના દ્વારકામાં રહેતી બે જુડવા બહેનોએ દરિયામાં ભગવો ઝંડો લહેરાવ્યો છે. અયોધ્યામાં આગામી ૨૨મી જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે સમગ્ર દેશ રામય બની રહ્યો છે. યાત્રાધામ દ્વારકામાં પણ જુડવા બહેનો દ્વારા શિવરાજપુર બીજ પર થતી સ્કૂબા ડાઈવિંગ એક્ટિવિટી દરમિયાન ભગવો ઝંડો લહેરાવ્યો હતો
સ્કુબા ડાઈવિંગનું સપનું સેવ્યું
ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ દ્વારકાની રહેવાસી બે જુડવા બહેનોએ તેમનું કૌતવ બતાવીને ભગવો ઝંડો લહેરાવ્યો છે. દ્વારકાની બે જુ઼ડવા બહેનો કાજલ તેમજ કોમલ વેગડ છે. બંને બહેનો 11 વર્ષની છે, તેમના કાકા કિરીટ વેગડની રાહ પર નાની ઉંમરે જ સ્કૂબા ડાઈવિંગનું સપનું સેવ્યું હતું. જે સપનું કાકાની દેખરેખ હેઠળ પૂરું કર્યું છે.
ગુજરાતનું માલદિવ્સ શિવરાજપુર બીચ
ગુજરાતના દ્વારકા નજીક શિવરાજપુર બીચ ખૂબ જ સુંદર અને આહ્લાદક વાતાવરણ વાળું સ્થળ છે. શિવરાજપુર બીચ પર ત્રણ મહિના બ્લૂ સી થઈ જાય છે અને બાકીના મહિના અહીંનું પાણી બ્લેક વોટર થઈ જાય છે. આ બંને જુડવા બહેનોએ ગુજરાતનું માલદીવ્સ કહેવાતા શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચમાં સ્કુબા ડાઈવિંગ કર્યું હતું. જે દરમિયાન રામ ભગવાન પ્રત્યેની આસ્થા દર્શાવવા ઝંડો લહેરાવ્યો હતો.


