કેસર કેરીના ચાહકો માટે ઓણ સાલ માઠા સમાચાર છે. કારણ કે કેસર કેરીના પાકના હબ ગણાતા સોરઠમાં ઓણ સાલ કેસર કેરીના પાકને વિપરીત હવામાનની અસર થતાં આ વરસે કેસર કેરીનો ફાલ ખુબ ઓછો આવશે. તાલાલા યાર્ડના વર્તુળોના મતે ઓણ સાલ કેસર કેરીનો માત્ર રપ થી 3૦ ટકા જ પાક આવશે. એટલું જ નહિ આંબામાં મોર પણ મોડા બેઠા છે. આંબાવાડીના માલિકોના જણાવ્યા મુજબ પ્રથમ વખત એવુ થયુ છે કે મોર એકાદ મહિનો મોડા બેઠા છે. તેમજ પ૦ ટકા આંબામાં મોર આવ્યા જ નથી. આ કારણે ખેડૂતો અને વેપારીઓ પણ ચિંતામાં જોવા મળે છે.
તાલાલા માર્કેટ યાર્ડના સેક્રેટરી રમેશભાઇ ડાંગના જણાવ્યા મુજબ ઓણ સાલ પ્રતિકુળ હવામાનને કારણે કેસર કેરીના ઉત્પાદનને ખુબ મોટો ફટકો પડશે. જાન્યુઆરી માસ પૂરો થવા આવ્યો હોવા છતાં હજુ પુરતી માત્રામાં આંબામાં મોર નથી આવ્યા. ખેડુતોની આંબાવાડીમાં પ૦ ટકા મોર નિષ્ફળ ગયો છે. આ કારણે સરેરાશ ૬૦ થી ૭૦ ટકા પાકને નુકસના જવાની શકયતા છે. એકંદરે રપ થી 3૦ ટકા પાક જ આવે તેવી શકયતા છે.