By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    13 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટના ટવીન સ્ટાર ટાવરમાં સાગઠિયા ધરાવે છે લાખોની કિંમતની ઓફિસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટના ટવીન સ્ટાર ટાવરમાં સાગઠિયા ધરાવે છે લાખોની કિંમતની ઓફિસ

agragujaratnews
Last updated: 2024/06/01 at 7:54 PM
2 years ago
Share
રાજકોટના  ટવીન સ્ટાર ટાવરમાં સાગઠિયા ધરાવે છે લાખોની કિંમતની ઓફિસ
SHARE

સાગઠિયાના ભાઇ દિલીપ સાગઠિયાના નામે સૌ પ્રથમ રૂપિયા પ૧,,૭,પ૦૦ની કિમતના થયા છે દસ્તાવેજ: રજીસ્ટ્રેશન સહિતની કીંમત પ૪,પ૭,૮૮૦ ઓનની કિંમત અલગ

સાગઠિયાના ભાઇ દિલીપે   ખુદ મનસુખ સાગઠિયાના નામે કરી આપ્યા છે  પાવર ઓફ એટર્ની !

ખુદ સાગઠિયાના પાન કાર્ડના આધારે સ્ટેમ્પ ડયુટી ભરાઇ હોવા છતાં એ.સી.બી,ઇન્કમટેકસ,ઇ.ડી. હાથ જોડીને શા માટે બેઠું છે ? સીટની જાણ બહાર રહી ગઇ આ પ્રોપર્ટી ?

ટવીન સ્ટારના સી.સી ટીવી કબજે કરી તપાસ કરવામાં આવે તો સીટને મળી શકે છે ચોંકાવનારા પૂરાવા

રાજકોટ મહાનગરપાલિકામાં કોઇ મોટા નેતાની કૃપાથી છેલ્લા દસેક વર્ષથી ચીફ ટાઉન પ્લાનર તરીકે ૭પ હજાર રૂપિયાના અંદાજીત માસિક પગારથી નોકરી કરતાં સાગઠિયાએ તેમને મળેલી સતાનો દૂર ઉપયોગ કરી બિલ્ડરોને દબાવી અને કરોડો રૂપિયાની કાળી કમાણી કરી ધંધામાં લગાવી છે. પેટ્રોલ પંપોમાં રોકાણ કર્યુ છે. વૈભવી ફાર્મ હાઉસ ખડા કર્યા છે. વૈભવી બંગલા બનાવ્યા હોવાના અહેવાલ છે. એક તરફ સાગઠિયાને એસીબીની અને સીટની તપાસ હેઠળ રિમાન્ડ ઉપર લેવાયા છે ત્યારે બીજી બાજુ સાગઠિયાની વધુને વધુ બેનંબરી કમાણીથી ખરીદેલી સંપતિની વિગતો બહાર આવી રહી છે. અગ્ર ગુજરાતને મળેલા પૂરાવા રાજકોટ મનપાના પૂર્વ ચીફ ટાઉનપ્લાનર મનસુખ સાગઠિયાના નામે શહેરના ૧પ૦ ફૂટ રોડ ઉપર નાના મવા ચોકથી આગળ વૈભવી ટવીનસ્ટાર ટાવરના નોર્થ બ્લોકમાં વૈભવી ઓફિસ છે. આ ઓફિસનો દસ્તાવે જ સાગઠિયાના સગા ભાઇ દિલીપ સાગઠિયાના નામે થયો હતો. જેની ખરીદ દસ્તાવેજી કિંમત રૂપિયા પ૧,૭પ૦૦ની છે. ઓનની રકમ અલગ ગણવાની. આ ઓફિસ ખરીદી લીધા બાદ દિલીપે મનસુખ સાગઠિયાના નામે પાવર ઓફ એટર્ની કરી નવું તિકડમ કર્યુ છે. કાયદાની આંખમાં,ઇન્કમટેકસની આંખમાં અને જનતાની આંખમાં ધુળ નાંખવાની પણ ચેષ્ટા કરી છે.

Contents
સાગઠિયાના ભાઇ દિલીપ સાગઠિયાના નામે સૌ પ્રથમ રૂપિયા પ૧,,૭,પ૦૦ની કિમતના થયા છે દસ્તાવેજ: રજીસ્ટ્રેશન સહિતની કીંમત પ૪,પ૭,૮૮૦ ઓનની કિંમત અલગસાગઠિયાના ભાઇ દિલીપે   ખુદ મનસુખ સાગઠિયાના નામે કરી આપ્યા છે  પાવર ઓફ એટર્ની !ખુદ સાગઠિયાના પાન કાર્ડના આધારે સ્ટેમ્પ ડયુટી ભરાઇ હોવા છતાં એ.સી.બી,ઇન્કમટેકસ,ઇ.ડી. હાથ જોડીને શા માટે બેઠું છે ? સીટની જાણ બહાર રહી ગઇ આ પ્રોપર્ટી ?ટવીન સ્ટારના સી.સી ટીવી કબજે કરી તપાસ કરવામાં આવે તો સીટને મળી શકે છે ચોંકાવનારા પૂરાવાસાગઠિયાને દર વરસે તેની આવકનું પ્રમાણપત્ર સરકારને આપવાનુંહોય છે, તેમાં આવક જે આવક દર્શાવી હશે તેનુ સોગંદનામુ પણ છેતરપિંડી કહેવાયછોટે મિંયા તો છોટે મિંયા બડે મિંયાભી……મનસુખના મોટા ભાઇ કિશોર સાગઠિયા છેગાંધીનગર ખાતે એડિશનલ ચીફ ટાઉનપ્લાનર

અગ્ર ગુજરાતને પ્રાપ્ત થયેલા દસ્તાવેજ મુજબ ૪ ડિસેમ્બર ર૦ર૦ના રોજ શહેરના ૧પ૦ ફૂટ રોડ ઉપર નાના મવા ચોકથી આગળ મવડિ તરફ આવેલાં ટવીન સ્ટાર ટાવરના નોર્થ બ્લોકમાં નવમા માળે ૯૦૧ નંબરની ઓફિસ મનસુખ સાગઠિયાના ભાઇ દિલીપ સાગઠિયાએ ખરીદી અને દસ્તાવેજ કર્યા છે. આ દસ્તાવેજ દિલીપ સાગઠિયાના નામે થયો હતો. જેની દસ્તાવેજની ખરીદ કિંમત રૂપિયા પ૧,૭પ૦૦ દર્શાવાઇ છે. મજા એ છે કે ૪ ડિસેમ્બર ર૦ર૦ના રોજ દિલીપ સાગઠિયાના નામે ખરીદવામાં આવેલી મિલ્કતના ૧૯મી ફેબ્રુઆરી ર૦ર૧ના રોજ મનસુખ સાગઠિયા તત્કાલીન ચીફ ટાઉનપ્લાનરના નામે પાવર ઓફ એટર્ની થઇ ગયા છે. માત્ર ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર થયેલા પાવર ઓફ એટર્નીમાં ન તો પાન નંબર દર્શાવવાની જરૂર છે. ન અન્ય કોઇ વિગત . આમ લાખો રૂપિયાની સંપતિ પાવર ઓફ એટર્નીથી સાગઠિયાએ બખુબી પોતાની તરફેણમાં કરી લીધી છે.

આશ્ચર્યની વાત એ છે કે બિલ્ડરો ઉપર દરોડા પાડતી વખતે આવકવેરા ખાતા ચોકીદારોની ઝુંપડીના સી.સી. ટીવી વગેરે સુધી પહોંચી જાય છે. પરંતુ સાગઠિયા સામે એસીબીમાં સતત ફરીયાદો,જાહેરમાં મર્સીડીઝ ગાડીમાં હરવું ફરવું મનપા કચેરીએ આવવું છતાં ઇડી.એસીબી,ઇન્કમટેકસ તંત્રના ધ્યાને કોઇ આર્થિક બાબતો ન આવવી એ પણ નોંધનિય બાબત બની રહેશે.જેમના આવકવેરાના જયુરીડિકશનમાં સાગઠિયાની પ્રોપર્ટી આવતી હોય તે અધિકારીની નિષ્ક્રિયતા, એસીબીની અત્યાર સુધીની નિષ્ક્રિયતા પણ અનેક સંદેહ જગાવે છે. હવે જયારે સાગઠિયાની અનેક પ્રોપર્ટીના વ્યહવારો બહાર આવી ગયા છે ત્યારે તે કબજે કરી સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવી તેની તમામ પ્રોપર્ટી શ્રીસરકાર કરી ટી.આર.પી કાંડના મૃતકોના પરિવારને આપી દેવા સહિતના પગલાં લેવાવા જોઇએ .

સાગઠિયાને દર વરસે તેની આવકનું પ્રમાણપત્ર સરકારને આપવાનું

હોય છે, તેમાં આવક જે આવક દર્શાવી હશે તેનુ સોગંદનામુ પણ છેતરપિંડી કહેવાય

દરેક સરકાર કર્મચારી અને અધિકારીને તેમની વાર્ષિક આવકનું રીટર્ન ભરવાનું હોય છે. અને પ્રમાણિત આવકનું સોગંદનામુ કરવાનું હોય છે. મનસુખ સાગઠિયાના સરકારી પગારની આવક સિવાય તેમણે આવકના કોઇ સ્ત્રોત દેખાડયા ન હોય તો તેમની પાસે કરોડો અબજોની મિલ્કતો કયાંથી અવી એ સવાલ થાય. તેમની ગેરકાયદે મિલ્કતો તેમની જ છે એ સ્થાપિત કરવાનું કામ હવે આવકવેરા ,ઇ.ડી. અને એસીબી તથા પોલીસનું છે. પણ સરકારને તેમણે આવકનું ખોટુ સોગંદનામુ કરી છેતરપિંડી કરી તે પણ ગુનો બને છે. જેની અલગથી સજા થવી જોઇએ.

છોટે મિંયા તો છોટે મિંયા બડે મિંયાભી……

મનસુખના મોટા ભાઇ કિશોર સાગઠિયા છે

ગાંધીનગર ખાતે એડિશનલ ચીફ ટાઉનપ્લાનર

રાજકોટમાં ચીફ ટાઉન પ્લાનર તરીકે બિલ્ડરોને લૂંટી આડો આંક વાળી દેનાર મનસુખ સાગઠિયાને પાંચ ભાઇઓ છે. જેમાં તેના એક ભાઇ કિશોર સાગઠિયા ગાંધીનગર ખાતે એડિશ્નલ ચીફ ટાઉનપ્લાનર હોવાની વિગતો જાણમાં આવી છે. આ ભાઇઓ વચ્ચેના વ્યહવારોની તપાસ પણ થવી જોઇએ અને જે સત્ય હોય તે સીટ સહિતની તમામ એજન્સીઓ,ઇન્કડટેકસ,ઇડી.સી.બી.આઇ.પોલીસ વગેરેની સંયુકત એજન્સીએ તપાસ કરવી જોઇએ. કારણ કે મનસુખ સાગઠિયાનો કાર્યકાળ લાંબો છે. તેની બેનામી સંપતિ વગેરે પણ અનેક ક્ષેત્રોમાં પથરાયેલી છે. આથી તમામ સરકારી એજન્સીઓની મોટી ટીમ બહાર આવશે ત્યારે તપાસને યોગ્ય સ્કેલ ઉપર લઇ જઇ શકાશે.

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
ધર્મ

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

Editor By Editor 2 days ago
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?