- ગુજરાતમાં 25 સીટ પર પ્રચંડ બહુમત આવશે: શાહ
- રાયબરેલીમાંથી પણ રાહુલ ગાંધી હારશે: શાહ
- ખેડૂતોનું 4 ગણાથી વધુ બજેટ PM મોદીએ વધાર્યું: શાહ
લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ તૈયાર છે. તેવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંદેશ ન્યૂઝ સાથે હેલિકોપ્ટર ઇન્ટરવ્યૂમાં બેબાક સવાલોના સીધા જવાબ આપ્યા હતા, ગુજરાતના મિશન 26 પર ગૃહમંત્રી અમિત શાહના જવાબ આપતા જણાવ્યું હતું કે, ત્રીજા તબક્કામાં અમે 400 પારનો પાયો નાંખીશું. અને 4, 5, 6,7 આ 4 તબક્કામાં 400 પાર સિદ્ધ કરવાનું કામ કરીશું. પડકાર છે અને દરેક ચૂંટણીમાં પડકાર હોય છે તેને ભાજપ સરકાર પાર કરીશું.
ગુજરાતમાં 25 સીટ પર પ્રચંડ બહુમત આવશે: શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાતની જનતા કોંગ્રેસને જાણી ગઇ છે. ગુજરાતમાં કોંગ્રેસની શું હાલત થવાની છે જે સૌ કોઇ જાણે છે. ગુજરાતમાં 25માંથી 25 સીટ ભાજપની, 1 જીતી ગયા, હવે અમે ગુજરાતમાં અમે 25 સીટ પર પ્રચંડ બહુમત જોઇ રહ્યાં છે.
ખેડૂતોનું 4 ગણાથી વધુ બજેટ PM મોદીએ વધાર્યું: શાહ
ખેડૂતોના સૌથી મોટા હિતેચ્છુ PM મોદી છે. ખેડૂતોનું 4 ગણાથી વધુ બજેટ PM મોદીએ વધાર્યું છે. ખેડૂતોને રૂ.6000 આપ્યાં , પાક વીમો PM મોદીએ આપ્યો, પશુપાલન ક્ષેત્રે PM મોદીએ વિકાસ કર્યો છે. કિસાન સમૃદ્ધીનો પાયો નાંખવાનું કામ PM મોદીએ કર્યું છે.
રાયબરેલીમાંથી પણ રાહુલ ગાંધી હારશે: શાહ
રાયબરેલી બેઠકને લઇ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રચંડ પ્રહારો કરતા કહ્યું હતું કે, ગુજરાતની જનતા કોંગ્રેસને જાણી ગઇ છે. અને હા રાયબરેલી બેઠકમાંથી પણ રાહુલ ગાંધી હારશે, રાહુલ ગાંધીમાં આત્મવિશ્વાસ ખતમ થઇ ગયો છે. આ સાથે વિપક્ષ દ્વારા બંધારણ બદલવાના આક્ષેપને લઇ અમિત શાહે કહ્યું હતું કે, બંધારણ બદલવાની વાતો પાયાવિહોણી છે. બહુમતીનો ઉપયોગ અમે કલમ 370 હટાવવા કર્યો છે. અમારી બહુમતીનો ઉપયોગ અમે રામ મંદિર બનાવવા કર્યો, કોંગ્રેસ જુઠ્ઠુ બોલે છે અને જોરથી બોલે છે. કોંગ્રેસ સરિયાના આધારે દેશ ચલાવવા માગે છે.


