અનેક અટકળો વચ્ચે સંઘે બાજી સંભાળી : ભાજપ સંઘના 3૦થી વધુ સંગઠનોએ કર્યુ માઇક્રો પ્લાનીંગ
પેજ પ્રમુખ અને બુથ વોટીંગ માટે સંકલન બેઠકમાં અગ્રણીઓએ ઘડી આખરી ઘડીની વ્યુહરચના
ક્ષત્રિય આંદોલન અને ગરમી આ ચૂંટણીમાં મુખ્ય બે પડકાર આઇડેન્ટીફાઇ થયા
કોંગ્રેસનો મતદાર ક્ષત્રિય મતદાર, એન્ટીઇનકમ્બન્સી, અન્ય સમાજનો ટેકો અને લેઉવા પાટીદાર મતદારો
સુનીલ જોશી, અગ્ર ગુજરાત, રાજકોટ
અંતે કતલની રાત આવી પહોંચી છે. આવતી કાલે તારીખ ૪ મેએ લોકસભાની ચૂંટણીનું મતદાન થનાર છે. સામાન્ય લાગતી ચૂંટણીમાં અનેક રાજકિય ઉતાર ચઢાવ આવ્યા બાદ હવે અંતિમ મીટ ભારે મતદાન ઉપર રહેશે. અનેક અટકળો વચ્ચે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ અને તેની ભગીની સંસ્થાઓએ આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાના વિજય માટે ભારે મતદાન માટે બાજી હાથમાં લઇ લીધી છે. ભાજપ-સંઘ અને સંઘની 3૦ જેટલી પાંખોની સંકલન બેઠકોના તમામ દોર પૂરા થઇ ગયા છે. મતદાન માટે બુથ વાઇઝ માઇક્રો પ્લાનીંગ, કાર્યકરોની મોનીટરીંગ વ્યવસ્થા,બોટમ ટુ ટોપ ગોઠવાઇ ગઇ છે. ભાજપ સંઘ સમર્થીત જુદા જુદા વેપારી અન એનજીઓ સંગઠન મળી કુલ ૧૦૦થી વધુ સંગઠન કાલે ફરી એક વખત ભારે મતદાન માટે મેદાને પડશે. તમામ કાર્યકરોને સવારથી મતદાન પૂરુ ન થાય ત્યાં સુધી તેમના મતદાન બુથ અને તેમને સોંપેલી જવાબદારી ઉપર જ તહેનાત રહી એડી ચોંટીનું જોર લગાવી દેવાયુ છે.
ઉમેદવારના કાર્યાલયમાંથી ભાજપનું આઇટી સેલ ચાલે છે. જેમાં રાજકોટના તમામ મતદાર સુધી મતદારોને એપના માધ્યમથી વોટીંગ સ્લીપ મળી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાં ગત ચૂંટણીમાં સંઘ દ્વારા કામયાબ રહેલી ઇચ પર્સન ટેન કોલની વ્યવ્સથા પણ રિપિટ કરવામાં આવી છે. જે મુજબ દરેક કાર્યકરને તેમના સગા-વહાલાઓ પરિચિતોનું દસ મતદારનું લીસ્ટ બનાવી તેમને સવારમાં જ મતદાન માટે કોલ કરવા અને તેમનું મતદાન ન થાય ત્યાં સુધી ચિવટ લેવાની વ્યવસથા ગોઠવવામાં આવી છે.
સવારના ૧૧ વાગ્યા સુધીમાં ભાજપ-સંઘ અને તેમના સાથી સંગઠનો મહતમ ૪૦ ટકાથી વધુ મતદાન થઇ જાય એ માટે પ્રયાસ કરશે. કાળઝાળ ગરમી હોવાથી બપોરના બાર વાગ્યા મુજબ મતદાન ઘટે તો પણ પ૦ ટકા મતદાન બપોર બાદ અને ૬પ થી ૭પ ટકા મતદાન અંતિમ કલાકોમાં થાય એ માટે પ્રયાસો કરશે.
આ માટે અંતિમ કલાકોમાં ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને ટોકન આપવા સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ભારતિય જનતા પાર્ટી અને સંઘ દ્વારા છેલ્લા થોડા દિવસોથી ચૂંટણી પ્રચાર અને ઉમેદવારને જીતાડવાની સીધી જાહેરાતોને બદલે મતદારોનો બહુમતી વર્ગ ભાજપ તરફી જ છે પરંતુ મતદાનમાં આળસ ન કરી જાય એટલે મતદાન જાગૃતિ સંમેલનો અને ભોજન સમારંભો યોજવામાં આવી રહયા છે. જે નવી સ્ટેટેજીનો ભાગ છે. વધુ મતદાન ભાજપને સીધો લાભ એ થિયરીથી સમગ્ર વ્યવસ્થા ગોઠવાઇ છે.
કોંગ્રેસનો મુખ્ય મદાર ક્ષત્રિય આંદોલન અને કમીટેડ વોટબેંક ઉપર
કોંગ્રેસ પાસે ભાજપ જેવું નેટવર્ક,લોકપ્રિય નેતાઓ અને ચૂંટણી માટેની આર્થિક સંપન્નતા નથી. પરંતુ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલની રાજકોટ ખાતેની પત્રકાર પરિષદમાં જે બોડી લેંગ્વેજ હતી તે આત્મવિશ્વાસવાળી હતી. તેમણે ક્ષત્રિય આંદોલન વિષે સીધી રીતે નહિ પરંતુ પરોક્ષ વાતો કરી છે. વડાપ્રધાને લઘુમતીઓ સમાજનું કોંગ્રેસ તુષ્ટીકરણ કર્યુ છે એ વાત જાહેર સભાઓમાથી કરી લઘુમતી મતદારના મતનો અને અન્ય કમીટેડ વોટીંગનો ફાયદો કોંગ્રેસને મળશે એવુ માનવામાં આવેછ . સૌથી મોટુ એકસફેકટર ક્ષત્રીય આંદોલન છે. જેમાં ક્ષત્રિયોના મત કોંગ્રેસ તરફ વળવાની શકયતા વધુ છે. આ ઉપરાં ક્ષત્રિય સમાજ વોટીંગ પેટર્ન ઉપર ખાસ કરીને ગામડામાં કેવો પ્રવાભ છોડે છે તેના ઉપર સહુની મીટ રહેશે. એકંદરે આવતી કાલનું મતદાન તેની પેટર્ન અને ટકાવારી ર૦ર૪ના બાદના પાંચ વર્ષનો ઇતિહાસ લખશે.



