- વડોદરા બોટ દુર્ઘટના મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
- “સરકારે મેજિસ્ટ્રેટને 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો”
- બાળકોના ગુનેગારોને કડકમાં કડક સજા થાય તે જરૂરી: હર્ષ સંઘવી
વડોદરા બોટ દુર્ઘટના મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની ઉચ્ચ કક્ષાએ તપાસ અંગે આદેશ આપવામાં આવ્યા છે.
વડોદરાના હરણીના મોટનાથ તળાવમાં થયેલી દુર્ઘટનાની સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. જેને લઈને સરકારે મેજિસ્ટ્રેટને 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આ તાત્કાલિક વડોદરા ખાતે દોડી ગયા છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની ઉચ્ચ કક્ષાએ તપાસ અંગે તાત્કાલિક આદેશ આપવામાં આવ્યા છે.
વડોદરા બોટ દુર્ઘટના મામલે સંઘવીની કડક પ્રતિક્રિયા
વડોદરા બોટ દુર્ઘટના મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ન્યૂ સનરાઈઝ બાળકો સ્કૂલના શિક્ષકો સાથે પિકનિક માટે હરણી લેક ઝોન ગયા હતા. લગભગ 4.45 વાગે હરણીના મોટનાથ તળાવમાં બોટ પલટી ખાતા કરુણ ઘટના બની હતી. આ ઘટનામાં અનેક બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ સદનસીબે આપણે 18 બાળકો અને 2 શિક્ષિકાઓનો જીવ પણ બચાવ્યા છે. પરંતુ દુર્ભાગ્યવશ 12 બાળકો અને 2 શિક્ષિકાઓનું દુઃખદ મૃત્યુ થયા છે.
NDRFની 2 ટીમોના 60 જવાનોને તાત્કાલિક કામે લાગી
સમગ્ર ઘટનાના દ્રશ્યો અને બચાવ કાર્યના દ્રશ્યો જોઈ ગુજરાતના પ્રત્યેક પરિવારો એક એક બાળકનો જીવ કેવી રીતે બચે તેના માટે પૂજા કરતા હતા. આ ઘટનામાં પોલીસ કમિશનર, કલેક્ટર અને મ્યુની કમિશ્નર ઘટનાની મિનિટોમાં સ્થળ પર પહોંચ્યા હતી. NDRFની 2 ટીમોના 60 જવાનોને તાત્કાલિક કામે લગાડી દેવામાં આવી હતી. બાળકોને બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળે તે માટે કામગીરી કરી હતી. બાળકોને વહેલીતકે સારવાર મળે તે માટે તંત્રે પ્રયાસ કર્યા હતા. ખાનગી હોસ્પિટલમાં બાળકોને ઝડપથી સારવાર મળે તે માટે પ્રયાસ કર્યા હતા.
મજબૂત FIR દાખલ કરવા સૂચના
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઘટના બનતાની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તંત્રને કડક સૂચના આપી દેવા સાથે મજબૂત FIR દાખલ કરવા સૂચના આપી છે. FIRમાં કોઇ બચી ન શકે તેવી નોંધ લેવા આદેશ પણ કર્યા છે. બાળકોના ગુનેગારોને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે. આ ઘટનામાં IPC 304, 308 અને 114 મુજબ FIR દાખલ કરી છે. ક્રાઇમ બ્રાન્ચમાં FIR દાખલ કરાઈ છે. જેમાં 2 આરોપીઓની તાત્કાલિક અટકાયત કરવામાં આવી છે. પોલીસની 9 ટીમો તપાસમાં કામે લાગી છે. બીજા ફરાર આરોપીઓને પણ પકડી ચક્રો ગતિમાન કર્યા છે.


