- AAPના સાંસદ સંજય સિંહને જેલમાંથી મળી મુક્તિ
- “અમારી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જેલમાંથી મુક્ત કરીશું”
- “મને વિશ્વાસ છે કે જેલના તાળા તોડીને બહાર આવશે”
AAPના સાંસદ સંજય સિંહ 6 મહિના બાદ તિહાર જેલમાંથી બહાર આવ્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ સંજય સિંહે કહ્યું કે, આ સમય ઉજવણી કરવાનો નથી, સંઘર્ષનો સમય છે. અમારી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા હજુ પણ જેલમાં છે. મને વિશ્વાસ છે કે જેલના તાળા તોડીને બહાર આવશે.
સંજય સિંહ જ્યારે તિહાર જેલમાંથી બહાર આવ્યા ત્યારે દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ અને તેના પિતા પણ પહોંચ્યા અને ખુશી વ્યક્ત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે જેલમાંથી બહાર આવ્યા બાદ સંજય સિંહ સીધા કેજરીવાલના ઘરે જશે. આ પહેલા સંજય સિંહની પત્ની અનિતા સિંહે કહ્યું હતું કે, ‘અમે ઉજવણી નહીં કરીએ. મંદિર જવાની વાત કરતા તેણે કહ્યું કે તેની પાસે સમય ઓછો છે. સાથે જ કહ્યું કે તે કાર્યકરોને સંબોધશે. તે મુશ્કેલ સમય હતો, પરંતુ હવે આ કાળાવાદળો દૂર થઈ ગયા છે. તેની સામે આવતા જ લોકોનો ઉત્સાહ વધી થઈ જશે.
સ્વાસ્થ્યના કારણોસર વિલંબ
સંજય સિંહની મુક્તિનો આદેશ મંગળવારે જારી કરવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે ઔપચારિકતા પૂરી થઈ શકી ન હતી કારણ કે સંજય સિંહ હોસ્પિટલમાં દાખલ હતા. લીવર સંબંધિત સમસ્યાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે બપોરે 12 વાગ્યે તેમને રજા આપવામાં આવી. ત્યાર બાદ સંજય સિહંને જેલમાંથી મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.


