- 13 રાત્રી, 39 બેઠકો, 125થી વધુ કલાકારોને શ્રેતાઓએ મન ભરીને માણ્યા
- પ્રભા અત્રે, ઉસ્તાદ રાશિદ ખાન સહિતનાઓને વિશિષ્ટ શ્રદ્ધાંજલિ અપાઈ
- ધ્વનિમુદ્રીત સંકલિત અશોનું પ્રસારણ દર્શકોએ માણ્યું હતું
શ્રવણ-સ્મરણ સભા સપ્તક આર્કાઈલ્સમાં આજની 13મી રાત્રિએ ઉસ્તાદ સુલ્તાન ખાનનું સારંગીવાદન જેમાં રાગ ચારૂકેશીની પ્રસ્તુતિ 30-1-1989ના સપ્તક સંગીત સમારોહમાં થઈ હતી. જેમાં ઉસ્તાદ હિદાયતખાને તબલા સંગત કરી હતી. તેના ધ્વનિમુદ્રીત સંકલિત અશોનું પ્રસારણ દર્શકોએ માણ્યું હતું
પ્રથમ બેઠક
આજે તેરમી રાત્રી, 44માં સપ્તક સંગીત સમારોહની સમાપન રાત્રી, આપણે જાણીએ છીએ કે 44મો સપ્તક સંગતી સમારોહ પં.કુમાર ગાંધર્વની 100મી જન્મશતાબ્દીને સમર્પિત છે અને ઉસ્તાદ અમરખાનની 50મી પુણ્યતિથિને સમર્પિત છે. તેર રાત્રિના સંગીત પર્વ મહાકુંભમાં બન્ને દિગ્ગજોને અનોખી રીતે યાદ કરી તેમને સ્મરણાંજલિ આપવામાં આવી. અને જે દિગ્ગજોને છેલ્લાં વર્ષમાં સપ્તક પરિવાર-શ્રેતા અને સંગીત જગતે આકસ્મિક ગુમાવ્યા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ખાસ ઉસ્તાદ રાશીદખાનને વિશિષ્ટ શ્રદ્ધાંજલિ મંચ ઉપરથી દિગ્ગજો દ્વારા આપવામાં આવી. કુલ-13 રાત્રિમાં 39 બેઠકોમાં 125 કરતા વધુ દિગ્ગજ કલાકારોને શ્રેતાઓએ મન ભરીને માણ્યા અને પ્રતિવર્ષની જેમજ 44મો સમારોહ પણ અવિસ્મરણીય બની રહ્યો.
રાત્રીની પ્રથમ બેઠકમાં ઓંકાર તોડકરનું સ્વતંત્ર તબલા વાદન પ્રસ્તુત થયું. ઓંકાર તોડકર 10મી પંડિત નંદન મેહતા તાલવાધ્ય સ્પર્ધા 2023ના વિજેતા છે. પરંપરા અનુસાર પં. નંદન મેહતા તાલવાદ્ય સ્પર્ધાના વિજેતાને વાર્ષિક કાર્યક્રમની મંચ પ્રસ્તુતિની તક આપવામાં આવે છે. પ્રથમ બેઠકમાં ઓંકાર તોડકરે પંજાબ ઘરનાની પરંપરાગત વાદન બંદિશો તીન તાલમાં પેશકાર અને કાયદા પ્રસ્તુત કર્યા હતા.
બીજી બેઠક
રાત્રીની બીજી બેઠકમાં ઉલ્લાસ કશાળકરનું શાસ્ત્રીય ગાયન, સ્વપ્નીલ ભીસેના તબલા અને વિનય મીશ્રાની હારગમ હારમોનીયમની સંગતમાં પ્રસ્તુત થયું. ઉલ્લાસ કશાળકર મહારાષ્ટ્રના સંગીત પરિવારમાંથી આવે છે. તબલા સંગતમાં સ્વપ્નીલ ભીસે હતાં વિનય મીશ્રાની હારમોનિયમ તાલીમ મહતાબખાન, અપ્પા સાહેબ જલગાંવકર, સંજય ગુહા, ઉલ્લાસ કશાળકર, મધુય મુદગલ, ડો. અશ્વિની ભીડે અને હરીશ તિવારી જેવા અસંખ્ય ગુરુઓ પાસે તાલીમ પ્રાપ્ત કરી છે. ઉલ્લાસ કશાળકરજીએ રાગ માલગુંજીની રજૂઆત કરી હતી. જેમાં વિષ્ણુ દિગંબરજીની બંદિશ, ‘બનમે ચરાવત ગયા’ અને દાદાગુરુ અનંત મનોહર જોષી રૈનકારી ડરાવત લાગેની રજૂઆત કરી હતી.
ત્રીજી બેઠક
રાત્રીની ત્રીજી બેઠકમાં રોનુ મજુમદારનું વાંસળી વાદન તૌફિક કુરેશી અને યશવંત વૈષ્ણવની તબલા સંગત તેમજ કલ્પેશ સચાલાની વાંસળી સહાયમાં રજુ થયું હતું. રોનુજીએ પ્રથમ તાલીમ પિતા પાસે બાદમા વિજય રાઘવજીના શિષ્ય બન્યા. ગાયનની તાલીમ લક્ષ્મણ પ્રસાદ જયપુરવાલે પાસે અને બાદમા રવિશંકરજી પાસે તેમણે તાલીમ લીધી હતી. તૌફિક કુરેશી પંજાબ ઘરાના દંતકથા અલ્લારખ્ખાના પુત્ર છે. રાત્રીની સમાપન બેઠકમા દક્ષિણ ભારતીય તેમજ ઉત્તર ભારતીય સંગીતમાં તદ્દન અપ્રચલીત રાગ ‘નાગ સ્વરાવલી’ પ્રસ્તુત કર્યો હતો. જેમાં આલાપ જોડઝાલ વિલંબત-મધ્યલય તેમજ દ્રુત લયમાં રજૂ થયો.


