- વિષ્ણુ 152 સ્પર્ધકોની વચ્ચે 26મા ક્રમાંકે તથા એશિયન્સમાં પ્રથમ સ્થાને રહ્યો
- વોકરેસમાં અક્ષદીપ પણ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયો
- વર્લ્ડ ચેમ્પિયનશિપ દ્વારા ચાલુ વર્ષે યોજાનારી પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે
એશિયન ગેમ્સનો બ્રોન્ઝ મેડલ વિજેતા વિષ્ણુ સરવનન સતત બીજી ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય સેઇલર (પાલ રોવિંગ એથ્લેટ) બની ગયો છે. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપ દ્વારા ચાલુ વર્ષે યોજાનારી પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. મુંબઇ સ્થિત આર્મી યાચિંગ નોડમાં સૂબેદાર તરીકેની ફરજ અદા કરતા વિષ્ણુએ આઇએલસીએ-7 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 152 સ્પર્ધકોની વચ્ચે 26મા ક્રમે રહીને પેરિસ ગેમ્સની ટિકિટ હાંસલ કરી હતી. તે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ભારતીય પોલ યાચિંગ સેઇલર છે. વિષ્ણુ એશિયન દેશના સ્પર્ધકો વચ્ચે પ્રથમ સ્થાને રહ્યો હતો. તેણે એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ સિંગાપુરના સેઇલરને પાછળ રાખ્યો હતો અને તેણે કુલ 174નો સ્કોર કર્યો હતો. ઇવેન્ટના નિયમ અનુસાર વિષ્ણુના 49ના લોએસ્ટ સ્કોરને હટાવી દેતાં તેનો નેટ સ્કોર 125નો રહ્યો હતો. વિષ્ણુ 2019માં અંડર-21 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યો છે.
વોકરેસમાં અક્ષદીપ પણ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયો
ઉત્તરાખંડનો સૂરજ પવારે 20 કિલોમીટરની નેશનલ વોક રેસમાં બીજા ક્રમે રહીને પેરિસ ઓલિમ્પિકના એક કલાક 20 મિનિટ અને 10 સેકન્ડના ક્વોલિફાઇંગ માર્કને પાર કર્યો હતો. તે પેરિસ ઓલિમ્પિક માટે મેન્સ રેસ વોક માટે ક્વોલિફાય કરનાર ચોથો ભારતીય એથ્લેટ છે. નેશનલ વોક રેસમાં પંજાબના અક્ષદીપે એક કલાક 19 મિનિટ 38 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાને રહેવાની સાથે પોતાનો જ રેકોર્ડ બ્રેક કર્યો હતો.


