- શહેરમાં ભયજનક તથા રસ્તા-લાઈટને અડચણરૂપ વૃક્ષોનું ટ્રિમિંગ થશે
- વેજલપુર, વટવા, લાંભાના જિમ્નેશિયમને સાત વર્ષે કોન્ટ્રાક્ટર મળ્યો
- સરદાર પટેલ સ્ટેડિયમમાં લાંબા સમયથી રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે
રાજ્યની તમામ મહાનગરપાલિકના મેયર્સ અને કમિશનર્સ ટીમો વચ્ચે આગામી ફોબ્રુઆરીમાં નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાની છે. પરંતુ સરદાર પટેલ સ્ટેડિયમમાં લાંબા સમયથી રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. હજી કામ પૂર્ણ થયું નથી ત્યાં ક્રિકેટ ટુર્નામેન્ટ માટે મ્યુનિ.કોર્પોરેશનને યજમાનપદ લઇ લેતાં અધિકારીઓ દોડતા થઇ ગયા છે. વેજલપુર,વટવા, લાંભાના જિમ્નેશિયમને સાત વર્ષ પછી કોન્ટ્રાક્ટર મળ્યો છે. નડતરરુપ વૃક્ષ ટ્રીમીંગનો રિક્રિએશન કમિટીમાં નિર્ણય કરાયો હતો.
કમિટીના ચેરમેને કામ પૂર્ણ થઇ જવાનો દાવો કર્યો છે. સાથો સાથ રિપેરીંગ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ તકેદારી રાખીને કામ કરાય તે માટે પણ અધિકારીઓેને સૂચના અપાઇ છે. ટુર્નામેન્ટના યજમાનપદે અંદાજે 75 લાખનો ખર્ચ થશે. પાંચવર્ષ અગાઉ 45 લાખ ખર્ચ થયો હતો. વિપક્ષે કહ્યું કે, હાલ ઉતાવળે કામ કરાવશે. જેમાં ગુણવત્તા નહીં જળવાય તો થોડાક મહિના પછી ફરી રિપેરીંગ કરાવશે. ટુર્નામેન્ટના યજમાનપદની જાણ હોવા છતાં મ્યુનિ. તંત્ર વહેલા રિપેરીંગ થાય તેવું આયોજન કરી શક્યું નહીં. મ્યુનિ.માં પ્રજાના નાણાંનો આવી જ રીતે વ્યય થાય છે.
કમિટીની બેઠકમાં ભયજનક, રસ્તા અને લાઇટના થાંભલાને અચડણરુપ સહિત સૂકા અને ફરિયાદ હોય તેવા કિસ્સામાં વૃક્ષો દૂર કરવા નિર્ણય કરાયો હતો. વૃક્ષ દૂર કરવાની વર્ષે 3 ફરિયાદ જ આવે છે. રસ્તા પર લગાવેલા સીસીટીવીના ફુટેજની જરુર પડે ત્યારે ક્લીયર ફોટા આવતા નથી. જેનો સર્વે કરીને વૃક્ષોનું ટ્રીમીંગ કરવા ગાર્ડન વિભાગના કર્મચારીઓને સૂચના અપાઇ છે.


