રોજના 25 થી 30 હજાર ભાવિકો લ્યે છે દર્શનનો લાભ : ગણપતિબાપ્પાના ભક્તિ ગીતો ગુંજી ઉઠયા
દેશમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં પણ ગણેશ ઉત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી રહી છે. શહેરમાં અનેક સ્થળોએ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. પંડાલને શણગારવામાં આવ્યા છે. સવાર-સાંજ આરતી અને પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. ધૂપ-દીપની સાથે ભક્તિ ગીતો ગુંજી રહ્યા છે. શ્રદ્ધાળુઓ ભાવ પૂર્વક ગણેશજીની આરાધના કરી રહ્યા છે. સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ગણપતિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
શહેર 80 ફૂટ રોડ, સોરઠિયાવાડી સર્કલ પાસે રાજકોટ સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 7મી સપ્ટેમ્બરથી ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ કરવામાં આવી છે. તા. 7 સપ્ટેમ્બરના મહાઆરતી સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા કરાઇ હતી. જે બાદ સત્યનારાયણ ભગવાનની કથા યોજાઇ હતી. 8 સપ્ટેમ્બરના સાંજે મહાઆરતી મૂળ ભારતીય અને હાલ પોલેન્ડના રહેવાસી બ્રિજેશ દિલીપભાઈ નંદાણી કરી હતી. યુક્રેન-રશિયાના યુધ્ધ દરમિયાન હજાર વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે બ્રિજેશ દિલીપ નંદાણીએ હોટેલમાં રહેવા-જમવાની સગવડ નિ:શુલ્ક કરી હતી. આ સાથે ભારત પરત મોકલવાની વ્યવસ્થા કરી હતી. સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો છે અને તેમનો સમગ્ર પરિવાર વ્યવસ્થામાં સહકાર આપે છે.
જય ગણેશ જય ગણેશ અને અન્ય ગણપતિની આરાધના કરવામાં આવી રહી છે. ટ્રસ્ટ આયોજિત ગણેશ મહોત્સવમાં રોજના 25 થી 30 હજાર ભાવિકો દર્શનનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે. ટ્રસ્ટના તમામ સભ્યોએ દરેક ભાવિકોને ગણપતિ મહોત્સવમાં બાપ્પાના દર્શન, પૂજનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.