સ્થાનિક સ્વરાજયની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ સક્રિય, પ્રભારી તરીકે નિમણુંક કરાઇ
આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ હવે સંગઠનની મજબૂતી માટે કમર કસી રહી છે અને સાથોસાથ “જન સવાંદ-પરિવર્તનનો શંખનાદ “કાર્યક્રમ પણ ગુજરાત વ્યાપી શરૂ કર્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ દ્વારા તાલુકા,નગરપાલિકા અને શહેર-જિલ્લા દીઠ કોંગ્રેસના આગેવાનોને સંગઠનની જવાબદારીઓ સોંપવામા આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ નિમણૂંક કરતા મોરબી, હળવદ અને માળિયા મિયાણા શહેર/નગરપાલિકાના પ્રભારી તરીકે કોંગ્રેસ લડાયક વિદ્યાર્થી નેતા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની નિમણૂંક કરી છે.
આ નિમણૂંક એ બાબતનું સ્પષ્ટ સંકેત છે કે કોંગ્રેસ પાર્ટી કર્મનિષ્ઠ અને સંઘર્ષશીલ યુવાનોને મહત્વ આપે છે. યુવા કાર્યકરો પર વિશ્વાસ મૂકી તેમને જવાબદારી સોંપવી એ કોંગ્રેસની દૃષ્ટિ અને ભવિષ્યની સંગઠનાત્મક દિશા દર્શાવે છે. આવનારા સમયમાં પ્રદેશ સંગઠનમાં પણ અનેક યુવાનોને મહત્વપૂર્ણ સ્થાન મળશે તેવી સંભાવના છે, જેનાથી પાર્ટી વધુ મજબૂત અને ગતિશીલ બનશે.
આ નિમણૂંક બદલ રોહિતસિંહ રાજપૂતે કોંગ્રેસ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી, ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકજી તથા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું કે “ખૂબ નાની વયે કોંગ્રેસ પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે, જે કોઈ નાની બાબત નથી — તે બદલ હું પાર્ટીનો હૃદયપૂર્વક આભારી છું.આ મોટી જવાબદારીને હું સંપૂર્ણ કર્તવ્યનિષ્ઠા, ઈમાનદારી અને સંઘર્ષભાવના સાથે નિભાવવાનો દ્રઢ સંકલ્પ કરું છું. કોંગ્રેસની વિચારધારા અને સંગઠનને મજબૂત બનાવવાના કાર્યમાં હું સતત સમર્પિત રહી, પાર્ટી દ્વારા મૂકવામાં આવેલ વિશ્વાસને સાર્થક કરી બતાવીશ.


