- સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું રાજીનામું
- કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને આપ્યું રાજીનામું
- અંતર આત્માનો અવાજ સાંભળીને રાજીનામુ આપ્યું છેઃ ઇનામદાર
ગુજરાતની રાજનીતિમાં વધુ એક ભૂકંપ આવ્યો છે. જેમાં ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. તેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યુ છે.
સાવલીમાં ઇનામદારના સમર્થકો ઉમટ્યા
સાવલીમાં ઇનામદારના સમર્થકો ઉમટ્યા છે. જેમાં કેતન ઇનામદારના નિવાસસ્થાને સમર્થકોથી ભીડ જામી છે. સાવલી તાલુકા પંચાયતના સભ્યો પણ હાજર છે. તાલુકા પંચાયતની બોડીએ રાજીનામાની જાહેરાત કરી છે. સમર્થકોએ ભાજપમાં રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. તેમાં 5 હજારથી વધુ કાર્યકરો રાજીનામી આપી શકે છે. તેમજ કેતન ઈનામદારના રાજીનામા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષની બેઠક છે. વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષની બેઠક છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવાસસ્થાને બેઠક મળી છે. જેમાં કેતન ઈનામદારની નારાજગી સંદર્ભે ચર્ચા થઇ છે.
ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈ-મેઇલ દ્વારા પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે. પરંતુ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ રાજીનામું ન આપે ત્યાં સુધી ધારાસભ્ય પદ પરથી રાજીનામું કહી શકાય નહીં. હાલ અધ્યક્ષને રુબરું રાજીનામું સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂરી કરી નથી. જેથી આ રાજીનામું માન્ય ગણાય નહીં. કેતન ઇનામદારના વિરોધીઓને ભાજપમાં મોટા કરાતા હોવાનો કેતન ઈનામદારનો આરોપ છે. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, હું રંજનબેન ભટ્ટને સપોર્ટ કરું છું.
વડોદરામાં ભાજપમાં ભડકાની સ્થિતિ
વડોદરામાં ભાજપમાં ભડકાની સ્થિતિ છે. ભાજપમાં એક બાદ એક નેતાઓની નારાજગી સામે આવી રહી છે. મહિલા આગેવાનો બાદ ધારાસભ્યની નારાજગી સામે આવી છે. ભાજપના ભરતી મેળાથી જૂના કાર્યકર્તાઓમાં નારાજગી છે. ભાજપના ધારાસભ્ય ઇનામદારે ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. જેમાં જણાવ્યું છે કે પક્ષમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે. ભાજપમાં માન સન્માન જળવાતા નથી. રજૂઆત કરીએ છતાં નિરાકરણ આવતું નથી.
અંતર આત્માનો અવાજ સાંભળીને રાજીનામુ આપ્યું: કેતન ઇનામદાર
કેતન ઇનામદારે જણાવ્યું છે કે અંતર આત્માનો અવાજ સાંભળીને રાજીનામુ આપ્યું છે. લોકસભા ચૂંટણી સાથે કોઈ લેવા દેવા નથી. તેમજ ગુજરાત કોગ્રેસને પણ મોટો ફટકો પડયો છે, જેમાં અમદાવાદ લોકસભા પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ અચાનક ચૂંટણી લડવાની ના પાડતા હાહાકાર મચી ગયો હતો. તો તેમણે ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહીલને પત્ર લખી આ બાબતે જાણ કરી હતી. પિતાની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ ચૂંટણી લડી શકે તેવી સ્થિતિમાં ન હોવાનુ જણાવ્યુ છે. રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. થોડીવાર પહેલા પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ જે બાદ તુરંત રોહન ગુપ્તાએ પણ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે.
લોકસભાની ઉમેદવારી પરત ખેંચી
અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવારે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, મારા પિતાની અત્યંત ગંભીર સ્વાસ્થ્ય પરિસ્થિતિના કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેચું છું. વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકારવા અસમર્થ છું. પાર્ટી દ્વારા જે પણ ઉમેદાવારને પસંદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથ સહકાર આપીશ.


