- એસ.એસ.જી હોસ્પિટલમાં જ બાળકને દાખલ કરાયો હતો
- લેબ રિપોર્ટમાં ચાંદીપુરા પોઝિટિવ આવ્યું હતુ
- અગાઉ પંચમહાલની બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત થયું હતુ
વડોદરામાં સાવલીના બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત થયુ છે. જેમાં 1 જુલાઈએ બાળકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. એસ.એસ.જી હોસ્પિટલમાં જ બાળકને દાખલ કરાયો હતો. તેમજ લેબ રિપોર્ટમાં ચાંદીપુરા પોઝિટિવ આવ્યું હતુ. અગાઉ પંચમહાલની બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત થયું હતું.
સુરેન્દ્રનગરના પાટડીમાં ચાંદીપુરા વાયરસથી બાળકીનું મોત થયુ
અગાઉ સુરેન્દ્રનગરના પાટડીમાં ચાંદીપુરા વાયરસથી બાળકીનું મોત થયુ હતુ. રાજ્યમાં હાહાકાર મચાવી રહેલા ચાંદીપુરા વાયરસને લઇ તંત્ર દોડતુ થયું છે. તેવામાં ચાંદીપુરા વાઇરસના પગલે સુરેન્દ્રનગરના પાટડીની 5 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી જવા પામ્યો હતો. મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના પાટડીની 5 વર્ષીય બાળકીને ચાંદીપુરા વાયરસની ઇફેક્ટ જણાતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ લક્ષણો સામે આવ્યાં હતા. માત્ર 2 દિવસની સારવારમાં બાળકીનું મોત નીપજ્યું છે. આ બાળકીનું મોતના કારણ પર આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, બાળકીને ઝાડાઉલટી અને પેટમાં દુખાવો અને અશક્તિ હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ વાયરસના પગ પેસારાને પગલે આરોગ્ય વિભાગની ટિમો સર્વે માટે કામે લાગી છે.
ચાંદીપુરા બેઠકને લઇ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી બેઠક
રાજ્યમાં હાહાકાર મચાવી રહેલા ચાંદીપુરા વાયરસ અંગે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠક બાદ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પત્રકાર પરિષદ કરીને મહત્વની વિગતો જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારસુધીમાં 29 દર્દીમાંથી 15ના મૃત્યુ થયા છે. જ્યારે 7 સેમ્પલમાંથી માત્ર એકજ કન્ફર્મ થયું છે. હવે જીબઆરસીમાં સેમ્પલ ટેસ્ટિંગ થશે અને ઝડપથી રિઝલ્ટ મળશે. જો બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો દેખાય તો ઘરે સારવાર ન કરીને તુંરત હોસ્પિટલ લઇ જવા જેથી તેને બચાવી શકાય.
હાલમાં આપણને જે 29 દર્દીઓમાંથી 15ના મૃત્યુ થયા છે: ઋષિકેશ પટેલ
ઋષિકેશ પટેલે જણાવ્યું છેકે, હાલમાં આપણને જે 29 દર્દીઓમાંથી 15ના મૃત્યુ થયા છે. જેમાંથી બાકીના સારવાર હેઠળ છે. અત્યારસુધીમાં આપણે પૂણે સેમ્પલ મોકલતા હતા પરંતુ આપણે જીબીઆરસીમાં વ્યવસ્થા કરી દીધી છે એટલે અહીં આપણને ઝડપથી આનું નિદાન થાય એ પ્રકારની વ્યવસ્થા ઉભી કરાઈ છે.


