- ભૂમાફિયા બેફામ : કોટડાના 5 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
- વડલી કરાડીના જંગલ વિસ્તારમાં ત્નઝ્રમ્, ટ્રેક્ટર વડે કરાતું હતું માટીનું ખનન
- વહાનના કારસ્તાનને રોકવામાં તંત્ર મહદઅંશે વામણું પુરવાર થતું જોવા મળી રહ્યું છે
સાયલા પંથકમાં ભુમાફિયા તત્વો દ્વારા બેફામ રીતે કરાઇ રહેલા ખનીજના ગેરકાયદે ખનન અને વહાનના કારસ્તાનને રોકવામાં તંત્ર મહદઅંશે વામણું પુરવાર થતું જોવા મળી રહ્યું છે.
ત્યારે કરાડીના સીમ વિસ્તારમાં આવેલ વન વિભાગ હસ્તકની જમીનમાંથી રામભરોસે માટી ખોદતા તત્વોને રોકતા વન રક્ષકને ધમકી આપી ફરજ રૂકાવટ કરવા બાબતે કોટડા ગામના પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ફોરેસ્ટની જમીનમાં જેસીબી મશીન તથા ટ્રેકટરની મદદ વડે કરાતી ગેરકાયદે ખનન પ્રવૃતિનું કારસ્તાન બહાર આવતા સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
મુળી નોર્મલ રેંજ હેઠળના ધાંધલપુર રાઉન્ડના ઇન્ચાર્જ વન રક્ષક નવલસિંહ ગોહીલ ગત 6ઠ્ઠી જુલાઇના રોજ પેટ્રોલિંગમાં હતા. તે વખતે બાતમીને લઇ વડલી કરાડી વિસ્તારમાં આવેલ જંગલ ખાતાની જમીનમાં પહોંચતા કેટલાક ઇસમો માટીનું ખોદકામ કરી માટી ટ્રેકટર વડે ખેતરમાં નાખવાની કામગીરી કરી રહ્યા હતા. વન કર્મીએ ફોરેસ્ટની જમીન હોય ખોદકામ કરવાની ના કહેતા માટી કાઢતા શખ્સોએ અમો સરકારી ખરાબામાંથી માટી લઇએ છીએ. આ જગ્યા તમારા ફોરેસ્ટમાં આવતી નથીનું કહેતા વન રક્ષકે ફોરેસ્ટનો નકશો બતાવી વાત કરતા હતા. ત્યારે જેસીબી તથા ટ્રેકટર ના ચાલકો અપશબ્દો બોલતા વાહનો લઇ જતા રહ્યા હતા. થોડીવાર બાદ મુકેશ ભનાભાઇ જીડીયા નામનો શખ્સ આવ્યો હતો અને વન કર્મીને તમારે જે કેસ કરવો હોય તે કરી લેજો. અમે લડી લઇશું તેમ કહી હવે આ બાજુ દેખાતો નહીં નહીંતર જીવતો નહીં રહેની હના પુનાભાઇ જીડીયા તથા મુકેશ જીડીયાએ ધમકી આપી ગેરવર્તન કર્યું હતું.
આ બાબતે ફોરેસ્ટ વિભાગના નવલસિંહ ગોહીલ દ્રારા કોટડા ગામના હના પુનાભાઇ જીડીયા, મુકેશ ભનાભાઇ જીડીયા, ભાવેશ કરશનભાઇ જીડીયા, મેહુલ મશરુભાઇ જીડીયા તથા દીપક કેશાભાઇ ધરજીયા વિરુદ્ધ વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખોદકામ બાબતે આરોપીને રોકતા કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ધમકી આપવા બાબતે ગુનો દાખલ કરતા ધજાળા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


