- પર્મેનન્ટ કમિશન અંગે SCની કેન્દ્રને ચેતવણી
- સુપ્રિમ કોર્ટે કેન્દ્રને ફરી એકવાર ફટકાર લગાવી
- હિલા અધિકારીઓને પર્મેનન્ટ કમિશન આપવા કરી ટકોર
ઇન્ડિયન કોસ્ટગાર્ડે મહિલા અધિકારીઓને પર્મેનન્ટ કમિશનને લઇને સુપ્રિમ કોર્ટે કેન્દ્રને ફરી એકવાર ફટકાર લગાવી છે. સુપ્રિમ કોર્ટની અરજી પર સોમવારે સુનાવણી કરતા કહ્યું કે કેન્દ્રને કડક ચેતાવણી આપી છે. અદાલતે કહ્યું કે મહિલા અધિકારીઓને પર્મેનન્ટ કમિશન આપો નહી તો અમે આદેશ જાહેર કરીશું. જો કે હવે આ મામલે વધુ સુનાવણી 1 માર્ચે હાથ ધરાશે.
કાયમી કમિશન આપી નહી તો..
સુપ્રીમ કોર્ટે ભારતીય કોસ્ટ ગાર્ડની એક મહિલા અધિકારીની અરજી પર આ સુનાવણી કરી છે. જેમાં ICG માટે લાયક મહિલા શોર્ટ-સર્વિસ કમિશન અધિકારીઓને કાયમી કમિશનની માંગણી કરવામાં આવી હતી. એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું કે કોસ્ટ ગાર્ડ નેવી અને આર્મીથી સંપૂર્ણપણે અલગ છે. આ મામલે બોર્ડની રચના કરવામાં આવી છે. આમાં માળખાકીય ફેરફારો જરૂરી છે.CJI DY ચંદ્રચુડે કહ્યું કે તમે કાયમી કમિશન આપો નહીં તો અમે આદેશ આપીશું
અગાઉ પણ કોર્ટે કેન્દ્ર સામે ઉઠાવ્યા હતા સવાલ
અગાઉ આ મામલે કોર્ટમાં 20 ફેબ્રુઆરીએ સુનાવણી થઈ હતી. ત્યારે કોર્ટે કેન્દ્ર સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે તમારું કોસ્ટ ગાર્ડ પ્રત્યે આટલું ઉદાસીન વલણ કેમ છે? તમને કોસ્ટ ગાર્ડમાં મહિલાઓ કેમ નથી જોઈતી? ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે કહ્યું કે જો મહિલાઓ સરહદોની સુરક્ષા કરી શકે છે, તો તેઓ દરિયાકિનારાની પણ સુરક્ષા કરી શકે છે. તમે ‘મહિલા શક્તિ’ની વાત કરો છો. હવે તેને અહીં બતાવો.
પ્રિયંકા ત્યાગીએ અરજી દાખલ કરી છે
પિટિશનર પ્રિયંકા ત્યાગીએ પોતાને કોસ્ટ ગાર્ડના તમામ-મહિલા ક્રૂના સભ્ય તરીકે વર્ણવ્યા છે, જે કોસ્ટ ગાર્ડના કાફલા પર ડોમેયર એરક્રાફ્ટની જાળવણી માટે તૈનાત હતા. આ અરજી AOR સિદ્ધાંત શર્માના સંદર્ભમાં દાખલ કરવામાં આવી છે. અરજદારે તેની રિટમાં 10 વર્ષની ટૂંકી સેવા નિમણૂકના આધારે એની નાગરાજ અને બબીતા પુનિયાના કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને ન્યાય માટે અપીલ કરી.


